1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

વડોદરા હાઈવે પર વાઘોડિયા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરની બાઈકસવાર બેના મોત

બાઈકને ટક્કર માર્યા બાદ અજાણ્યુ વાહન નાસી ગયું એકબાઈક સવારનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત, કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ  મુંબઇ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વાઘોડિયા બ્રિજ નજીક સર્જાયો હતો. હીટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા […]

વડોદરા નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું રેસ્ક્યુ કરાયુ

ટ્રકમાં કેરબામાં ભરેલો ફેવિકોલ રોડ પર રેલમછેલ ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બહાર કાઢ્યો અકસ્માતના સ્થળે લોકોના ટોળાં જામતા ટ્રાફિક જામ થયો વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વરણામા પાસે સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે ફેવિકોલના કેરબા […]

સુરતમાં ટેમ્પાએ રાહદારી, ફ્રુટની લારી અને ત્રણ વાહનોને અડફેટે લીધા

સુરતના સિંગણપોર વિસ્તારમાં બન્યો બનાવ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી ટેમ્પાએ એક મહિલા સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડયાં સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સિંગણપોર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. એક ટેમ્પાચાલકે પૂરઝડપે અને ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરીને રસ્તામાં […]

અમદાવાદમાં લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી ફ્લાઈઓવર બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા દૂર થશે

780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી […]

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]

ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને બુલેટ વચ્ચે ત્રિપલ અકસ્માત, 4નાં મોત

ચાર શ્રમિક યુવાનો મજુરી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા ભાઈ સમાજના ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ બુલેટ બાઈકસવારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઈડર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, ગત રાતના સમયે ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે અમૂલ મોડલ કરશે, ડો. મિનેશ સરદાર પટેલ યુનિના 16963 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ આણંદઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત […]

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક, પટ્ટાવાળાની ભરતી અને FRCના મુદ્દે શાળા સંચાલકો લડત આપશે

શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં નિર્ણય લેવાયો સરકારે વિનંતીઓને ગ્રાહ્ય ના રાખતા કોર્ટમાં જવાનો ઠરાવ કરાયો કલાર્ક અને પટ્ટાવાળાનું કામ શિક્ષકોએ કરવું પડે છે અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક અને પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ ભરાતી નથી તેમજ ફીના ધારાધોરણ અંગે શાળા સંચાલકોએ અગાઉ સરાકારને વખતોવખત રજુઆતો કરી હોવા છતાંયે વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તાજેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code