રાજકોટ જિલ્લામાં ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ, 5 કેસમાં FRI નોંધવાનો આદેશ
લેન્ડ ગ્રેબિંગના 118 કેસ તપાસ બાદ પડતા મૂકાયા, વહીવટી તંત્રની કેસ નિકાલની ધીમી કામગીરીથી અરજદારોમાં અસંતોષ, જિલ્લામાં જમીન, મકાન અને મિલકત પચાવી પાડવાની ફરિયાદો વધી રાજકોટઃ જિલ્લામાં જમીનો પચાવી પાડવાના બનાવો વધતા જાય છે. જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ થઈ છે. જેમાંથી 118 કેસની સમીક્ષા બાદ તેને ફાઈલ કરવામાં આવ્યા […]


