ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાનના 34 કિમીમાં 5000 કાળિયાર મુક્તરીતે વિચરી રહ્યા છે
સમતળ જમીન, સુકુ ઘાસ અનેહરણોના ટોળાંઓ મુલાકાતીઓને આકર્ષિત કરે છે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહેલાણીઓ માટે 22 જેટલાં ગાઈડની સુવિધા ઉપલબ્ધ, કાળીયાર ઉપરાંત વરુ, ઝરખ, નીલગાય તેમજ વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું […]