1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, કુપોષણને નાથવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયાં

ગાંધીનગરઃ પ્રતિ વર્ષ સપ્ટેમ્બર માસ, સમગ્ર દેશમાં ‘પોષણ માહ’ તરીકે ઊજવાય છે. જેમાં સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ વિભાગો, સામાજિક સંસ્થાઓ, જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ સહભાગી થાય છે. હાલમાં “સુપોષિત-સાક્ષર-સશક્ત ભારત”ના નિર્માણ માટે IIPH, ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કુપોષણને નાથવા માટે રાજ્યના મહિલા-બાળ વિકાસ તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ […]

ગુજરાતમાં આજે તમામ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

ગાંધીનગરઃ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આવતીકાલ તા.15 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલા ‘બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન’માં ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં તમામ  જિલ્લા કચેરીઓ, નગરપાલિકાઓ, તાલુકા કચેરીઓ, ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ,બોર્ડ, નિગમો, સ્વાયત સંસ્થાઓ તેમજ પોતાના વિસ્તારમાં યોજાનાર સફાઈ અભિયાનમાં સહભાગી […]

ગુજરાતમાં નવરાત્રી પહેલા મોટાભાગની શાળાઓમાં ધો.9થી 12ની પ્રથમ કસોટી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ધો.9થી 12ની શાળાઓમાં શરૂ થયેલી પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કેટલીક ખાનગી શાળાઓમાં એક- બે પેપર બાકી હોવાથી આગામી એક-બે દિવસમાં પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હવે પછી પ્રથમ કસોટીનો […]

ગુજરાતમાં સિંચાઈની સુવિધાને લીધે ફળો અને શાકભાજીના વાવેતરમાં ચારગણો વધારો,

ગાંધીનગર: ગુજરાતમાં સારા વરસાદ અને કેનાલોને લીધે ઘણાબધા વિસ્તામાં સિંચાઈની પુરતી સુવિધા મળવાને કારણે બાગાયતી પાકના વાવેતરમાં પણ વધારો થઈ રહ્યો છે. એક જમાનામાં વેરાન ગણાતા કચ્છમાં આજે કેસરી કેરી સહિત વિવિધ બાગાયતી પાકોનું પણ સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો […]

કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો ગુજરાત સરકાર 14 લાખ સહાય આપશે

ગાંધીનગર: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કરાર આધારિત અનેક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય પેટે 14 લાખની સહાય મળશે. રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો છે.  કરારના સમયગાળા દરમિયાન મૃત્યુ પામનારા વર્ગ- 3 અને વર્ગ- 4ના ફિક્સ પગારના કર્મચારીઓનું મૃત્યુ થાય તો તેના આશ્રિત કુટુંબને ઉચ્ચક […]

ગુજરાત: આપત્તિ વખતે કટોકટી સંદેશાવ્યવહારને પહોંચાડવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરાશે

અમદાવાદઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત  કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહયોગથી, તે, ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ  દિવ અને તેની નજીકના વિસ્તારોમાં તા.16-10-2023 (સોમવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ, આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને પહોંચાડવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

ગુજરાતઃ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચથી થશે પ્રારંભ, 2 એપ્રિલે ગુજકેટની પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધો-10 અને ધો-12 વિજ્ઞાનપ્રવાહ-સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ તા. 11મી માર્ચના રોજ થશે. બોર્ડની પરીક્ષા તા. 26મી માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત એન્જિનીયરિંગ અને પેરા મેડિકલ શાખામાં પ્રવેશ માટે જરુરી ગુજકેટની પરીક્ષા તા. 2 એપ્રિલના રોજ યોજાશે. […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાવાનો નિર્ણય

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020  અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની […]

ગુજરાતમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા મુખ્યમંત્રીની મુંબઈના ફિલ્મ નિર્માતાઓ સાથે બેઠક યોજાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે  મુંબઈમાં આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાનના માર્ગદર્શન અને પ્રેરણાથી સરકારે 2022માં રાજ્યની પ્રથમ સિનેમેટિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code