1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી, બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હજુ એકાદ મહિનો બાકી છે. હાલ 41થી 42 ડિગ્રી ગરમી અને અસહ્ય બફારામાં લોકો પરેશાન છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હાલ પવનની ગતિમાં વધારો થવાથી તાપમાન સરેરાશ 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ  રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે. દરમિયાન આજે બુધવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા […]

સરકારી કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારોનો રાજ્ય સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા 1લી જુલાઈ 2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.1લી જાન્યુઆરી 2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું […]

ગુજરાતઃ 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા આ શિક્ષકે…

અમદાવાદઃ વિશ્વ અત્યંત સાહસિક લોકોથી ભરપૂર છે. જે લોકો પાક્કો ઈરાદો રાખે છે તે ક્યારેય નિષ્ફળ કે પાછા પડતા નથી અને આ સાહસિકો જે કાર્ય માટે નિકળે તેમનાં ઈરાદાઓ સંકલ્પથી પૂર્ણ કરે છે. પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા યુવાનોને અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનો ‘સુપર 30’ […]

ગુજરાતમાં દસ્તાવેજો નોંધાયાના દિવસે જ અપલોડ કરવાના નિર્ણય સામે કચેરીના કર્મચારીઓ પરેશાન

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાયા બાદ દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં પારદર્શક વહિવટ માટેના પ્રયાસો હાથ દરવામાં આવ્યા છે. તાજેતરમાં કર્મચારીઓની બદલીઓનો ગંજીપો પણ ચીપવામાં આવ્યો હતો. સરકારે જે દિવસે દસ્તાવેજ નોંધાય તે જ દિવસે તે દસ્તાવેજ સિસ્ટમમાં ઓનલાઈન અપલોડ કરવાનો નિયમ જારી કર્યો છે. જો દસ્તાવેજ સેમ ડે સિસ્ટમમાં અપલોડ ન થાય તો […]

ગુજરાતમાં લગ્નની નોંધણી વખતે થેલીસેમિયા સંદર્ભે તબીબી સર્ટી. જોડવાનો નિયમ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં દીકરા-દીકરીના લગ્ન પહેલા બન્નેની કૂંડળી અને એમાં કેટલાં ગુણાંક મળે છે, તે જોવામાં આવતું હોય છે. એટલે કે લગ્ન જીવનમાં બન્નેને મનમેળ રહેશે તેની વડિલો ચિંતા કરતા હોય છે. જ્યારે લગ્ન પહેલા યુવક-યુવતીના થેલેસેમિયાનો તબીબી રિપોર્ટ પણ જરૂરી છે. ગુજરાતમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવા […]

ગુજરાતઃ 1 જૂનથી 31 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગની ખરીદી કરાશે

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23માં […]

ગુજરાતઃ ધો-10ની બોર્ડની પરીક્ષાનું 25મી મેના રોજ પરિણામ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ તા. 25મી મેના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયાં ધો-10ના પરીક્ષાર્થીઓ અને […]

ગુજરાતમાં દક્ષિણ પશ્વિમનો પવન ફુંકાતો હોવા છતાં તાપમાનમાં ઘટાડો નહીં, ગરમી સાથે બફારો વધ્યો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત્ રહી હતી. આજે સોમવારે તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું હતું, દરમિયાન ગરમી સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો પણ અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા […]

ગુજરાતમાં 8થી વધુ પ્રાણી-પક્ષીઓ તેમજ 16થી વધુ વનસ્પતિની જાતિ નામશેષ થવાને આરે,

અમદાવાદઃ દુનિયામાં 22મી મેનો દિન વિશ્વ જૈવિક વિવિધતા દિવસ (International day for Biological diversity) તરીકે ઊજવાતો હોય છે. વિશ્વમાં માનવ સર્જીત  વિપરિત સ્થિતિને કારણે અનેક પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વનસ્પતિઓની બહુમૂલ્ય જાતો નષ્ટ થવાને આરે છે. ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. પર્યાવરણ […]

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code