સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી
અમદાવાદઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]