ગુજરાતમાં માઈન્સમાં પાણી ભરાતા લિગ્નાઈટનું ઉત્પાદનમાં ઘટાડો, અનેક એકમોને પડ્યો ફટકો
અમદાવાદઃ ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી લિગ્નાઈટના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ની લિગ્નાઇટ માઇન્સમાં ભારે વરસાદને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. આથી હાલ ગુજરાતના સંખ્યાબંધ એકમો લિગ્નાઇટની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. આવા એકમોમાં ખાસ કરીને ટેક્સટાઇલ, કેમિકલ અને એન્જિનીયરીંગ એકમોનો સમાવેશ થાય છે. ગુજરાત ચેમ્બર્સ અૉફ કોમર્સ […]