ભાવનગરના માર્કેટ યાર્ડમાં વજન કપાતના મુદ્દે ખેડુતોએ વિરોધ કરતા હરાજી બંધ કરવી પડી
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ યાને માર્કેટિંગયાર્ડમાં ખરીફ પાકની સારીએવી આવક થઈ રહી છે. બુધવારે મોટી સંખ્યામાં ખેડુતો કૃષિ પેદાશ વેચવા માટે આવ્યા હતા. દરમિયાન વેપારીઓ ખરીદીમાં વજન કપાત કરી રહ્યા હતા. તેથી ખેડુતોને નુકશાન થતું હતું. એટલે વજન કપાતના મુદ્દે ખેડૂતોએ વિરોધ કરતા કપાસ, ડુંગળી સહિતની જણસોની હરરાજી અઢી-ત્રણ કલાક બંધ થઈ […]