રાયદાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા હટાવવા થરાદના ખેડુતોએ કૃષિમંત્રીને કરી રજુઆત
પાલનપુરઃ ગુજરાત સરકારે અન્ય કૃષિ પેદાશોની જેમ રાયડો પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ રાયડો 2400 કિલોની મર્યાદામાં ખરીદી રજિસ્ટેશન કરાતું હોવાથી બનાસકાંઠાના ખેડુતોમાં સરકાર સામે નારાજગી જાવા મળી રહી છે. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને રાયડાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા […]