રાજકોટમાં 50 EV બસ, સુરેન્દ્રનગર અને ભૂજમાં 54 CNG બસો માટે રૂપિયા 121 કરોડ ફાળવાયા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે રૂ.91 કરોડ 25 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી […]