1. Home
  2. Tag "Samachar Article"

રાજકોટમાં રાજદીપ સોસાયટીના રહિશોનું રોડના પ્રશ્ને રસ્તા રોકો આંદોલન

રાજકોટ,13 જાન્યુઆરી 2026:  શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી […]

સુરતમાં કાલે ઉત્તરાણના પર્વને લીધે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સુરત,13 જાન્યુઆરી 2026:   શહેરમાં કાલે ઉત્તરાયણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. પતંગો કાપવાના દાવપેચ લડાશે, અને સાથે કપાયેલા પતંગો લૂંટનારાઓની રોડ-રસ્તાઓ પર ભાગદોડ જોવા મળશે. ત્યારે રોડ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે આવતી કાલે તા. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય મ્યુનિએ લીધો છે. […]

ગુજરાતમાં કાલે ઉત્તરાણના દિને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધુ અનુભવાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર પડી છે. ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. આજે પણ નલિયામાં 6 ડિગ્રી, ભૂજમાં 9 અને કંડલામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ  […]

અમદાવાદના કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન 3 મહિનામાં દોડતી કરાશે

 અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  શહેરના કાંકરિયા લેક માત્ર શહેરીજનો જ નહીં પણ બહારગામથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. બાળકો પણ પ્રવાસીની મોજ માણી શકે તે માટે લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બે ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિડ્સ […]

ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ, પતંગોત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં  મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે અને આજે 13 જાન્યુઆરી રોજ ‘પોષણ ઉડાન – 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, દિલ્હી જવા રવાના

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કરી  અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સહિત મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ  એમ.કે. દાસ, રાજકીય અગ્રણી  જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી […]

ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ ફીમાં કર્યો તોતિંગ વધારો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સમાં તેમજ જુદી જુદી સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ફી અલગ અલગ હતી એટલે કે છોકરીઓની ફી છોકરાઓ કરતા ઓછી હતી પરંતુ હવે બંને માટે એક સરખી ફી કરીને ફી વધારા સાથે નવી પાંચ […]

વાવ પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બળાત્કારીને ઝડપી લીધો

વાવ, 12 જાન્યુઆરી 2026:  પોલીસે બળાત્કારી યુવાનને પકડી પાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મહિલા પીઆઇએ ઇન્સ્ટાગ્રામ પર આરોપીના આઈડી પર એક સ્ત્રી મિત્ર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. અને આરોપી સાથે વાતચીત શરૂ કરી અને તેને વિશ્વાસમાં લીધો. સતત વાતચીત બાદ આરોપીને થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો. અને બળાત્કારી કેસના […]

ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ પ્લાઝાનું સર્વર ઠપ થતાં 4 કિમી સુધી વાહનોની લાઈનો લાગી

સુરેન્દ્રનગર, 12 જાન્યુઆરી 2026:    કચ્છ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ધ્રાંગધ્રા નજીક સોલડી ટોલ પ્લાઝા પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અને સર્વર ઠપ્પ થઈ જતા ટોલપ્લાઝાના બેરીકેટ ખૂલી શક્યા નહતા. તેના કારણે હાઈવે પર 4 કિમી સુધી લાંબી લાઈનો લાગી હતી. ટોલપ્લાઝા પર સર્વર ઠપ થાય ત્યારે વાહનોને પસાર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. […]

ભાવનગરમાં વીજ વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગ્યો, એકનું મોત

ભાવનગર, 12 જાન્યુઆરી 2026:  શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code