1. Home
  2. Tag "Samachar Blog"

દુનિયામાં બધુ સારૂ નથી એમ બધુ ખરાબ પણ નથી

(પુલક ત્રિવેદી) રવિવાર રજાનો દિવસ હોય એટલે સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં રસોડા સાંજે બંધ જ હોય. એ દિવસે પણ રવિવાર હતો. અમદાવાદમાં પ્રગતિનગર પાસેની એક વૈભવી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે લોકોની ભારે ભીડ હતી. રેસ્ટોરન્ટના વેઇટિંગ રૂમમાં પણ લોકો તેમનો વારો આવવાની રાહ જોઈને બેઠા હતા. વેઇટિંગ રૂમ પાસેની પરસાળ અને રસ્તા વચ્ચેની જગામાં એક […]

સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા અંગેના સુધારેલા નિયમો 15 નવેમ્બરથી લાગુ પડશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને વધુ પારદર્શક, જવાબદાર અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3(1)(D) માં સુધારા કર્યા છે. આ સુધારેલા નિયમો 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે. નવા સુધારેલા નિયમો અનુસાર, હવે કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા […]

છઠ પૂજા 2025 : ક્યારે શરૂ થશે ચાર દિવસીય છઠ મહાપર્વ, જાણો તિથિઓ

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ઉજવાતું છઠ મહાપર્વ હવે દેશના અન્ય રાજ્યો જેમ કે દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ધામધૂમથી મનાવવામાં આવે છે. સૂર્ય ઉપાસનાનો આ વિશિષ્ટ તહેવાર નહાય-ખાય થી શરૂ થઈને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં ચાર દિવસ ચાલનાર આ મહાપર્વ ક્યારે શરૂ થશે અને […]

શિયાળામાં પણ સ્ટાઇલિશ લુક: આ રીતે પસંદ કરો ગરમ વસ્ત્રો

સ્ટાઇલિશ લુક મેળવવા માટે માત્ર ટ્રેન્ડિંગ કપડાં પહેરવી પૂરતી નથી, પરંતુ તેને યોગ્ય રીતે સ્ટાઇલ કરવું પણ મહત્વનું છે. સામાન્ય રીતે છોકરીઓને ફેશનને ફોલો કરવું વધુ પસંદ હોય છે, પરંતુ શિયાળામાં લોકોનું સ્ટાઇલ પર ધ્યાન ઓછું રહે છે. પરંતુ એવું નથી, શિયાળા દરમિયાન પણ ગર્મ ફેબ્રિક અને વિવિધ પ્રકારના કપડાં પહેરીને તમે પોતાને સ્ટાઇલિશ બનાવી […]

શિયાળામાં શકરીયાની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બે વાનગીઓ ટ્રાય કરો

શિયાળાની ઋતુમાં શકરીયા ખાવું આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થલાઇન મુજબ, શકરીયામાં કેલોરી, કાર્બ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન A, વિટામિન C, મેગ્નેશિયમ, કોપર, વિટામિન B6, પોટેશિયમ અને નાયાસિન જેવા પોષક તત્વો હોય છે. સામાન્ય રીતે લોકો શકરીયાને ઉબાળીને ચાટ મસાલા અને લીમડાં સાથે ખાવાનું પસંદ કરે છે. તેમાં રહેલો ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ પેટના સ્વાસ્થ્ય માટે […]

મહેસાણામાં વાયુસેના દ્વારા પ્રથમવાર યોજાયો એર શો, સૂર્યકિરણ એરોબેટિક કરતબો બતાવ્યા

એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબોથી દર્શકો દંગ રહી ગયા, વાયુસેનાએ આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન સહિત આકર્ષક દિલધડક કરતબ દર્શાવાયા મહેસાણાઃ  ભારતીય વાયુસેના દ્વારા એર શો યોજવામાં આવ્યો હતો. વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે […]

અકસ્માતગ્રસ્ત પતિના ઈલાજ માટે શિક્ષિકા પત્નીએ વિદ્યાર્થીના ઘરમાં ચોરી કરી

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો બનાવ, પોલીસે શિક્ષિકાના ઘરમાંથી ચોરીના દાગીના સહિત રૂ 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપી મહિલા વિદ્યાર્થીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હતી અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે ખાનગી સ્કૂલની શિક્ષિકાની […]

જુનાગઢમાં ફટાકડા ફોડવાના મુદ્દે યુવાનની હત્યા કેસમાં મહિલા સહિત 5 આરોપીની ધરપકડ

પોલીસે PSIના પૂત્ર સહિત 5 આરોપીને ઝડપી લીધા, આરોપીઓને ઘટનાસ્થળે લાવીને પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યુ, ભોગ બનેલા પરિવારે આરોપીઓને ફાંસીની સજા આપવા કરી માગ જૂનાગઢઃ દિવાળીની મોડી રાતે શહેરના મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાનું મોત નિપજ્યુ હતુ. […]

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ઊભેલી લકઝરી બસ પાછળ ટ્રક અથડાતા 10ને ઈજા

કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને કેબીન કાપીને બહાર કઢાયો, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતમાં ટ્રકના આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો ગાંધીનગરઃ  જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે સાઈડ પર ઊભેલી ખાનગી ટ્રાવેલ્સ બસને પાછળથી પૂરઝડપે આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસમાં […]

સિહોરના ઢાકણકુંડા ગામે ફટાકડા ફોડવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો

વેપારીએ ગ્રાહકો આવતા હોવાથી દૂકાન પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી, ત્રણ શખસોએ લોખંડનો પાઈપ અને લાકડીથી વેપારી પર તૂટી પડ્યા, વેપારીને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડાયા ભાવનગરઃ  જિલ્લાના ​સિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે એક વેપારીએ દુકાન પાસે ફટાકડા ફોડતા છોકરાઓ ટપાર્યા હતા. અને દૂકાનમાં ગ્રાહકો આવતા હોવાથી ફટાકડા ન ફોડવાનું કહ્યુ હતું. જેની દાઝ રાખીને ચાર ઇસમોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code