ભાવનગરના બેકરીમાં આગ લાગતા ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા, ફાયરના ચાર જવાનોને પણ દાઝી ગયા
ભાવનગર: શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલી એક બેકરીમાં વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમાં રાખેલો માલ-સામાન ભસ્મીભૂત થયો હતો. આગ લાગતા જ બેકરીમાં પડેલા ગેસ ભરેલા ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો. […]