વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ ફરાર
વડોદરાઃ હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીઓ સહિત ત્રણ યુવતીઓ વહેલી સવારે વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી જતાં પોલીસે ત્રણેય યુવતીઓને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે. ત્રણેય યુવતીઓ દિવાલ પાસે કચરાની ડોલ મુકી તેના પર ચઢીને નારી સંરક્ષણ ગૃહના કમ્પાઉન્ડની વોલ કૂદીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. […]