અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિને શાળાઓમાં રજા રાખવા શૈક્ષિક સંઘે CMને લખ્યો પત્ર
અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા. 22 જાન્યુઆરી 2024ને સોમવારના દિવસે યોજાનાર રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમ, સ્પર્ધાઓ યોજવા મુખ્યમંત્રીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી […]