1. Home
  2. revoi editor

revoi editor

ધારી-જુનાગઢ-સોમનાથ વચ્ચે મીટરગેજ ટ્રેન 22 ફેબ્રુઆરીથી દોડશે

અમરેલી,13 ફેબ્રુઆરી 2026:  વર્ષો પહેલા નેરોગેજ ટ્રેનો હતી ત્યારબાદ મીટરગેજ ટ્રેનો દોડતી થઈ, હવે તો દેશભરમાં બ્રોડગેડ લાઈનો જ છે. પણ કેટલાક સ્થળોએ દેશી રજવાડા વખતની મીટરગેજ લાઈનો જર્જરિત અવસ્થામાં પડેલી છે. આવી મીટરગેજ લાઈનો પર ટ્રેનો દોડાવવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના લોકો માટે પણ ઉપયોગી બની શકે તેમ છે. ત્યારે રજવાડાના સમયની યાદ અપાવતી […]

શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કૂતરાની ગણતરીની  કામગીરી સોંપાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને સરકાર સામે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધની ચીમકી આપી છે. તો બીજી […]

સુરતના પલસાણા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા બે મહિલાનાં મોત

સુરત,13 ફેબ્રુઆરી 2026:  શહેરના પલસાણા નજીક નેશનલ હાઈવે પર આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર રિક્ષાને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  આ બનાવની વિગત એવી છે કે, સુરતના […]

કચ્છના ભુંજયો અને કાળા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાશે

ભૂજ,13 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લામાં ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસન થકી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ત્યારે હવે ભૂજિયો ડુંગર અને કાળા ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  કચ્છ જિલ્લો ઔદ્યોગિક હરણફાળની સાથે પ્રવાસન […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ-7 ભરી મતદારોના નામો રદ કરાવાના પ્રયાસો સામે કોંગ્રેસનો ચક્કાજામ

સુરેન્દ્રનગર,13 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ-7 ભરીને ચોક્કસ વર્ગના અને કોંગ્રસના સમર્પિત ગણાતા મતદારોના નામ રદ કરી દેતા આ અંગે કોંગ્રસના પુરાવા સાથેના આક્ષેપ બાદ કોઈ પગલાં ન લેવાતા કોંગ્રસ દ્વારા ‘સર’ કાર્યક્રમ’ના વિરોધમાં હાઈવે ચક્કાજામ કર્યો હતું. દસાડાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના દરેક તાલુકા મથકોએ રસ્તા રોકો […]

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને […]

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જશીટ દાખલ

ભાવનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ત્રણ મહિના પહેલા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેના બે સંતાનોની હત્યાનો બનાવ બન્યો હતો. અને હત્યારા શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દઈને ત્રણેય ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા ફરિયાદી શૈલેષ આરોપી […]

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

આદિજાતિ વિસ્તારના 258 ગામોને પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code