1. Home
  2. revoi editor

revoi editor

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 1500 કરોડનો વધારો કરી મંજુરી અપાઈ

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  મ્યુનિ,કોર્પોરેશનના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. જેને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને રૂ 18,518 કરોડ કદ રાખીને સુધારા-વધારા સાથે બજેટને મંજુરી આપી છે.  ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 1500 કરોડનો વધારો કરીને 18.518 કરોડના બજેટનો […]

સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ મરામતને લીધે 78 દિવસ બંધ રહેશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ ઓવરબ્રિજની મરામતની કામગીરી ચાલી રહી છે, દરમિયાન તાપી નદી પરના જહાંગીરપુરા- ડભોલી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે 11મી ફેબ્રુઆરીથી બ્રિજ 78 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં તાપી […]

બાવળાના ઝેકડા ગામે નજીવી વાતે બે જુથો બાખડી પડ્યાં, એકને ગંભીર ઈજા

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે ગત મોડી રાતે સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે ગામમાં પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો […]

સુરેન્દ્રનગરમાં મતદારોના નામ બારોબાર રદ કરવાના વિરોધમાં કોંગ્રેસની રેલી યોજાઈ

સુરેન્દ્રનગર, 10 ફેબ્રુઆરી 2026: શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે બારોબાર ફોર્મ-7 ભરી દેવાતા કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે. શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા, રેલી અને ધરણા […]

ગાંધીનગર નજીક રેતી ભરેલા ડમ્પરે ખનીજ વિભાગની બોલેરો પર પલટી ખાધી

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના પીપળજ પાસે આવેલી ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ નજીક ઊભેલી સરકારી બોલેરો જીપ પર રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતાં બોલેરો જીપનો કુરચો બોલી ગયો હતો. સદનસીબે આ અકસ્માત સમયે રોડ સાઈડ પાર્ક કરેલી બોલેરો જીપમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી, 2026 – Military Nursing Service personnel કેન્દ્ર સરકાર દ્વારા ‘માજી સૈનિક (કેન્દ્રીય સિવિલ સેવાઓ અને પોસ્ટ્સમાં પુનઃરોજગાર) સુધારા નિયમો ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ ૩૦૯ હેઠળ આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્ય ફેરફાર શું છે? અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું કે મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના અધિકારીઓને અન્ય […]

ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરાશે

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. વસતી ગણતરીમાં આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત […]

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026:  રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ.કમિશનરે રજુ કર્યા બાદ બજેટમાં સુધારા-વધારા કરી, નવા કરબોજને ફગાવીને સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 3604.90 કરોડના બજેટ મંજુરીની મહોર મારી છે. હવે આ બજેટ સામાન્ય સભામાં રજુ કરાશે.  રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા […]

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીમાં 417 મગરો નોંધાયા

વડોદરા, 10 ફેબ્રુઆરી 2026:  શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઈ તા. 7મી ફેબ્રુઆરીથી મગરોની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થતાં નદીમાં 417 મગરો નોંધાયા છે. મગરોની વસતી ગણતરીમાં એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના કર્મચારીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓના કાર્યકર્તાઓ જોડાયા હતા. ટેકનોલોજીના માધ્યમથી દિવસ અને રાત્રે એમ બે વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code