1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ચોટિલા-જસદણ હાઈવે પર મધરાત બાદ ગેરકાયદે રેતી ભરેલા 8 ડમ્પરો પકડાયા

રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ડમ્પર સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને મધરાત બાદ ચેકિંગ કર્યું તંત્રની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ચોટિલાઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટિલાના પ્રાંત અધિકારી એચ.ટી મકવાણા અને તેમની ટીમે રાત્રે 2 વાગ્યે ચોટીલા-જસદણ હાઈવે પર વોચ ગોઠવીને ગેરકાયદેસર રેતીનું વહન કરતા આઠ ડમ્પરો ઝડપી લીધા […]

ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત નહીં સર્જાય, યુરિયા અને DAPનો જથ્થો ફાળવાયો

રવિ સીઝનમાં હવે રાસાયણિક ખાતર જરૂરિયાત મુજબ મળી રહેશે યુરિયા ખાતરનો 2.08 લાખ મે. ટન અને ડીએપીનો 49 હજાર મે. ટન જથ્થો ફાળવાયો ખેડૂતોને રાસાયણિક ખાતરની વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની અપીલ ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા સહિત રાસાયણિક ખાતરની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. અને દરેક જિલ્લાઓમાં ખાતર મેળવવા […]

ગાંધીનગરમાં મહિલા સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ

ફેસબુક પર આવેલી શેર બજારમાં રોકાણની જાહેરાતથી મહિલા આકર્ષાઈ વોટ્સએપ ગૃપમાં મહિલાને એડ કરીને 10 લાખ પડાવી લીધા સાયબર ક્રાઈમે ત્વરિત કાર્યવાહી કરીને 5.18 લાખ રિકવર કર્યા ગાંધીનગરઃ શેર બજારમાં રોકાણથી ઊંચા વળતરની લાલચમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે વધુ એક મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. શહેરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ સર્જાતો ટ્રાફિક જામ

હાઈવે પર જામ્બુવા બ્રિજ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ જવાનો દેખાતા જ નથી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાતા હાઈવે પરની સાસોયટીના લોકોએ મદદ કરી વડોદરાઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. હાઈ-વે પર જામ્બુવા બ્રિજ નજીક બે દિવસથી ભયાનક ટ્રાફિક જામનો […]

સુરતના વેડરોડ પરના લૂમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, યુવાનનું રેસ્ક્યુ કરાયુ

ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ત્રીજા માળે ફસાયેલા યુવકને બચાવ્યો 10 જેટલી ફાયર ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી અસહ્ય ધૂમાડામાં ફાયર ફાયટરો ત્રીજા માળે બારીની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ્યા સુરતઃ  શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 4 નંબરના લૂમ્સના કારખાનામાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગના ધૂમાડાનો જોઈને આજુબાજુના […]

ATM ચોરની નવી મોડસ ઓપરેન્ડી, ગમ પટ્ટી લગાવીને કેવી રીતે રૂપિયા ઉપાડતા હતા, જાણો

સુરત પોલીસે ચાર એટીએમ ચોરને ઝડપી લીધા બેંકના ATM મશીનમાં કેશ ડિસ્પેન્શન સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતા હતા ATMમાંથી પૈસા ઉપાડતા જ મશીનમાંથી બહાર આવતી નોટો ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી સુરતઃ એટીએમમાં ગમ પટ્ટી લગાવીને ગ્રાહકોના રૂપિયા ઉપાડી લેવાની નવી મોડસ ઓપરેન્ડીનો સુરત પોલીસે પડદાફાશ કરીને ચાર શખસોને દબોચી લીધા છે. શહેરના […]

અમદાવાદના એસજી હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

ગાંધીનગરથી નોકરી પર જવા નીકળેલા બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી નિરમા યુનિવર્સિટી પાસે અકસ્માતનો બન્યો બનાવ બાઈકને ટક્કર માર્યા બાદ વાહન સાથે ચાલક નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આજે સવારે બાઈક પર ગાંધીનગરથી નોકરી પર જવા નિકળેલા યુવાન અકસ્માતનો ભોગ […]

ગુજરાતમાં ફર્જી નામે સીમકાર્ડ ખરીદીને દૂબઈ મોકલવાનું રેકેટ પકડાયુ, આરોપીની ધરપકડ

ગુજરાતમાંથી 1000 જેટલા સીમકાર્ડ દૂબઈ મોકલાયા હતા દૂબઈમાં કોલ સેન્ટર દ્વારા સાયબર માફિયા રેકેટ ચલાવતા હતા મોબાઈલ કંપનીના એજન્ટની પણ સંડોવણી ખૂલી અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં વધુ ફસાતા હોય છે. શહેરમાં કેટલાક દિવસ પહેલા એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 25 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો […]

સાવરકૂંડલા નજીક નેશનલ હાઈવે પર કન્ટેનર પલટી જતા કલાકો સુધી ટ્રફિકજામ સર્જાયો

કન્ટેનર પલટી જતા મહુવા-જેતપુર હાઈવે ઠપ થઈ ગયો, વાહનોની બે કિમી લાંબી લાઈનો લાગી, સાવરકૂડલા પોલીસે ક્રેઈન મંગાવીને કન્ટેનર હટાવીને હાઈવે ખૂલ્લો કર્યો અમરેલીઃ  જિલ્લાના સાવરકૂંડલા નજીક હાઈવે પર આજે સવારે એક મસમોટો કન્ટેનર ટ્રક પલટી મારતા મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. કન્ટેનર રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતાં હાઈવેની […]

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસના પલંગ પરથી રિવોલ્વર અને કારતૂસ મળ્યાં

પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને ફરાર, પલંગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, 26,000 રોકડા, મોબાઈલ સહિતની ચીજવસ્તુ મળી આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે, વડોદરાઃ શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસમાં પોલીસે સર્ચ કરતા એક પલંગમાંથી રિવોલ્વર સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. જ્યારે પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code