Homeગુજરાતીગુજરાતવડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસના પલંગ પરથી રિવોલ્વર અને કારતૂસ મળ્યાં

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસના પલંગ પરથી રિવોલ્વર અને કારતૂસ મળ્યાં

  • પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને ફરાર,
  • પલંગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, 26,000 રોકડા, મોબાઈલ સહિતની ચીજવસ્તુ મળી
  • આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે,

વડોદરાઃ શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસમાં પોલીસે સર્ચ કરતા એક પલંગમાંથી રિવોલ્વર સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. જ્યારે પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ઓળખ કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલા ઈન એન્ડ આઉટ ડોરમેટરી નામના ગેસ્ટ હાઉસમાં કિરીટ પટેલ નામનો એક શખ્સ રિવોલ્વર લઈને રોકાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.આ વખતે કિરીટ પટેલ જ્યાં રોકાયો હતો તે પલંગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, 26,000 રોકડા, મોબાઈલ સહિતની ચીજવસ્તુ મળી આવી હતી. પોલીસે તમામ ચીજો કબજે કરી તપાસ કરતા કિરીટ પ્રભાભાઈ પટેલ (ઉમેદપુર ગામ,ઈડર) ઉપરોક્ત ચીજ વસ્તુઓ છોડીને ચેક આઉટ કરીને ચાલ્યો ગયો હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસને વધુ તપાસ દરમિયાન કિરીટ પટેલને 75 લાખના ચેક રિટર્ન ના કેસમાં બે વર્ષની સજા થઈ હોવાની અને અમદાવાદમાં રિવોલ્વરના એક કેસ અને એક મારામારીનો ગુનો નોંધાયો હોવાની વિગતો ખુલી હતી. જેથી કિરીટ પટેલ કયા હેતુથી અહીં આવ્યો હતો તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular