1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન 2.0 થી GDP માં 40 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થવાની અપેક્ષા છે: નીતિ આયોગ

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) ના બીજા તબક્કા હેઠળ સરકારની સંપત્તિ મુદ્રીકરણ પહેલ આગામી 5 થી 10 વર્ષમાં દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 40 લાખ કરોડ રૂપિયા ઉમેરવાની અપેક્ષા છે. નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે સંપત્તિનું મુદ્રીકરણ હાલની જાહેર સંપત્તિનો વધુ સારો ઉપયોગ કરીને અને નવા માળખાગત પ્રોજેક્ટ્સમાં નાણાંનું […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

શ્રીનગર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં રવિવારે ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુપ્તચર એજન્સીઓના હાથમાં લાગેલી એક્સક્લુઝિવ વિગતો મુજબ, માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરી હોવાનો દાવો કરનાર પાકિસ્તાન અને તેની એજન્સી ISIનો પ્રોપેગેન્ડા ફરી એકવાર ધ્વસ્ત થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ […]

ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો

ઈન્દોર, 24 ફેબ્રુઆરી 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક ભોજશાળા સંકુલમાં આવેલી કમાલ મૌલા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. ASI ના તારણ મુજબ, વર્તમાન મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચમાં રજૂ કરવામાં આવેલા 2000 પાનાના અહેવાલમાં જણાવાયું છે કે […]

પર્યટન સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ટુરિઝમ લીડરશીપ સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટને સંબોધતા તેમણે કહ્યું કે પર્યટન ફક્ત એક ઉદ્યોગ જ નથી અને તે સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુનું કામ કરે છે. તેમણે કહ્યું કે પર્યટન એ સૌહાર્દપૂર્ણ રાજદ્વારી માટે એક શક્તિશાળી સાધન છે. ઉપરાષ્ટ્રપતિએ […]

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંપત્તિ મુદ્રીકરણ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે સંપત્તિ મુદ્રીકરણ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. યોજનાનો બીજો તબક્કો નીતિ આયોગ દ્વારા માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો સાથે પરામર્શ કરીને ઘડવામાં આવ્યો છે, જે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ ‘એસેટ મુદ્રીકરણ યોજના 2025-30’ ના આદેશના આધારે […]

મુંબઈ હુમલા કેસના આતંકી તહવ્વુર રાણાની કેનેડાની સરકાર નાગરિકતા રદ કરશે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવા માટે કેનેડાની સરકારે કવાયત તેજ કરી છે. પાકિસ્તાની મૂળના કહેવાતા વેપારી રાણાએ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેનેડાના પ્રધાન મંત્રી માર્ક કાર્ની આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તે પહેલા જ કેનેડાની સરકાર […]

જમ્મુ અને કાશ્મીર: માય ભારત બજેટ સ્પર્ધામાં રાજૌરી જિલ્લો દેશમાં ટોચ પર રહ્યો

જમ્મુ અને કાશ્મીર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીએ દેશભરમાં માય ઇન્ડિયા બજેટ સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજૌરી જિલ્લામાં દેશમાં સૌથી વધુ એન્ટ્રીઓ મળી હતી. જિલ્લાના કુલ 14,402 યુવાનોએ રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધો હતો. નવી દિલ્હી જિલ્લો 11,097 એન્ટ્રીઓ સાથે બીજા ક્રમે આવ્યો હતો. […]

બેંગ્લોરમાંથી ઝડપાયેલા ઓનલાઈન સટ્ટાબેટીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2300 કરોડથી વધુનું કૌભાંડ

બેંગ્લોર, 24 ફેબ્રુઆરી 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક મોટા મની લોન્ડરિંગ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. EDની બેંગલુરુ પ્રાદેશિક કચેરી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કે.સી. વીરેન્દ્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં કે.સી. વીરેન્દ્ર […]

દિલ્હી-લેહ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોમાં ભય ફેલાયો

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: દિલ્હીથી લેહ જઈ રહેલા વિમાનમાં આજે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં અચાનક ચિંગારી અને આગ જેવી સ્થિતિ દેખાતા પાયલટે સમયસૂચકતા વાપરી તુરંત પરત ફરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સ્પાઈસજેટના સત્તાવાર નિવેદન મુજબ કોકપિટમાં આગ લાગવાની કોઈ વોર્નિંગ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code