1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી ઓક્ટોબરે ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ યોજાશે

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 26મી ઓક્ટોબરના રોજ ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ’ કોન્ફરન્સનું […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને પાટનગરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ સોંપશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરની તમામ પ્રાથમિક શાળાઓ હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. આથી હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશનને સોંપાશે. અ અંગે મ્યુનિ.કોર્પોરેશને તમામ પ્રાથમિક શાળાઓનો વહિવટ લેવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી દીધી છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. શાળાઓના મકાનો, પ્રોપર્ટી, અને શિક્ષકો સહિતનો સ્ટાફ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી […]

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળતા તપાસની માગ ઊઠી

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી મહાત્મા ગાંધીજીની જ્યંતિના દિને જ દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ ઊભો થયો છે. આ બનાવમાં એનએસયુઆઈએ તપાસની માગ કરીને કેમ્પસમાં સલામતી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજકોટની એક ખાનગી યુનિવર્સિટી તેમજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળવાની ઘટના બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ દારૂની ખાલી બોટલો […]

MBA અને MCAમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશનો ચોથા રાઉન્ડ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે એમબીએ અને એમસીએમાં પ્રવેશનો સૌથા વધુ ક્રેઝ જોવા મળતો હતો. હવે એમાં ઓટ આવતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એમબીએ અને એમસીએમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહેતા હવે પ્રવેશનો ચોથો રાઉન્ડ 30મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. જે 7મી સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા […]

અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. (AVMA)શાળાએ 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રમાં મળેલ આ સન્માન ભારતના ટકાઉ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત […]

ગુજરાત પબ્લિક કોમન યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે આપી મંજુરી, હવે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

ગાંધીનગર: ગુજરાત  વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન બહુમતીથી પસાર કરવામાં આવેલા યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે મંજૂરી આપતા હવે કાયદાના અમલ માટે રાજ્ય સરકાર નોટિફિકેશન જાહેર કરશે. આ ખરડો કાયદાનું સ્વરૂપ લેતા રાજ્યની 11 જેટલી સરકારી યુનિવર્સિટી માટે તબક્કાવાર બદલાવ આવશે. યુનિવર્સિટીઓ માટે સ્ટેચ્યુટરી રેગ્યુલેશન વિભાગ દ્વારા આ અંગેના નિયમો જાહેર કરવામાં આવશે. એક્ટમાં પાછળથી કરેલા સુધારા મુજબ […]

ગ્રાન્ટેડ શાળાના પડતર પશ્નો અંગે સંચાલકો 14મી ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન કરાશે

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ છેલ્લા ધણા સમયથી પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે. છતાં મહત્વના પ્રશ્નોના નિકારકણ માટે લડત ચાલુ રાખવામાં આવી છે. દરમિયાન ગ્રાન્ટેડ શાળા સંચાલકોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં […]

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં ભીનું સંકેલવાના આક્ષેપ સાથે NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે પોલીસે અઢી મહિના બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કાંડ કરતા હોવાની આરોપીઓએ કબુલાત કરી છે. હાલ આ બનાવની પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ એવો આક્ષેપ કર્યો છે. કે, આ બનાવમાં મોટા માથા સંડોવાયેલા હોવા છતાંયે યુનિ.ના […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે સની ચૌધરી સહિત બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની બનાવની અઢી મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરવહીકાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code