1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

એકનાથ શિદેએ NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને આપ્યું સમર્થન, કહી આ વાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શુક્રવારે એનડીએની બેઠકમાં હાજરી આપી હતી. આ ઓપન ફોરમમાં તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફેવિકોલ જેવું છે. જે તૂટશે નહીં. શું કહ્યું એકનાથ શિંદે? સીએમ એકનાથ શિંદેએ મંચ પરથી કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે, રાજનાથ સિંહ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને એનડીએ સંસદીય દળના […]

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે. […]

અટકળોનો અંત શરદ પવાર સાથે નહીં જાય અજીત પવાર જૂથના ધારાસભ્યો, બેઠકમાં સૌએ આપી ખાતરી

પરિણામો પછી, અજિત પવાર જૂથના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે ભલે લોકસભાના પરિણામો સારા નથી આવ્યા પણ તેઓ અજિત પવારની સાથે જ રહેશે. તેમને કોઈ નહીં છોડે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે તે બેઠકમાં ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમાંથી […]

હું એક વર્ષ શનિ-રવિની રજા માંગુ છું, મને વિશ્વાસ છે રાહુલ ગાંધી આપનું મારી જેમ ધ્યાન રાખશેઃ દિનેશ પ્રતાપ સિંહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હાર્યા બાદ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે તેઓ એક વર્ષ માટે આંશિક રજા પર રહેશે. લોકસભા ચૂંટણી 2024માં રાહુલે રાયબરેલી સીટ પર દિનેશને 3,90,030 મતોથી હરાવ્યા છે.. ભાજપના હારેલા ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે મારી […]

ભાજપના યૂપીમાં નબળા પ્રદર્શન બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કરી રાજીનામાની ઓફર

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી છે. ભૂપેન્દ્ર ચૌધરીએ જે. પી. નડ્ડાની સામે રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે પોતે ઉત્તર પ્રદેશમાં પક્ષના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હકીકતમાં, […]

સોનિયા ગાંધીની એક સલાહને પગલે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ સરકાર બનાવવા વિચાર પડતો મુક્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એનડીએ તેમજ ઈન્ડિ એલાયન્સના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ડિ એલાયન્સના નેતાઓ માત્ર તેમની લીડની જ ઉજવણી કરવાની સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહ્યા હતા. તેમજ તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની તરફેણમાં લાવીને સમગ્ર રમતને બદલવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ઈન્ડિ […]

ચીની અખબારના પત્રકારે લખ્યું નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે, પરંતુ આ એક રીતે હાર છે

ભારતની લોકસભા ચૂંટણી પર માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના દેશો નજર રાખી રહ્યા હતા. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. જો કે, NDA ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતી છે, નરેન્દ્ર મોદી પણ PM બનવા જઈ રહ્યા છે, પરંતુ ચીન હવે મજાક ઉડાવી રહ્યું છે. […]

પ્રિયંકાએ કહ્યું કોંગ્રેસના કાર્યકરોને સલામ, તમને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં ધકેલવામાં આવ્યા, છતાં લડતા રહ્યા

કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં પાર્ટીની જીત પર કાર્યકરોના જુસ્સાને સલામ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકરોએ હેરાનગતિ અને બનાવટી કેસો પછી પણ ઝૂકવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે હિંમત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે. પ્રિયંકાએ […]

ઈન્ડી ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે: ખડગે

એક તરફ NDA સરકાર બનાવવા જઈ રહી છે તો, બીજી તરફ વિપક્ષોએ સરકાર બનાવવાના પ્રયાસો અટકાવી દીધા છે. I.N.D.I.A. ગઠબંધનના વિવિધ રાજકીય પક્ષોની બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી હતી.. જેમાં સોનિયા ગાંધી,, જયરામ રમેશ, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં ઘટક દળો વચ્ચે રાજનૈતિક સ્થિતી […]

NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code