1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

દક્ષિણ કોરિયાના જીઓજેમાં હનવા મહાસાગરની જહાજ નિર્માણ સુવિધાઓની હરદીપ સિંહ પુરીએ મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દક્ષિણ કોરિયાના જીઓજેમાં હનવા મહાસાગરની જહાજ નિર્માણ સુવિધાઓની મુલાકાત લીધી, જે બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવાના હેતુથી તેમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગ રૂપે છે. આ મુલાકાત ભારતના વ્યાપક દરિયાઈ અમૃત કાલ વિઝન 2047નો એક ભાગ છે, જે રાષ્ટ્રના વાણિજ્યિક કાફલાને વિસ્તૃત કરવા, સ્થાનિક […]

IPL 2026: અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

મુંબઈઃ આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી આઈપીએલમાં તમામ ટીમોમાં અનેક મોટા ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. અર્જુન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, શમી, સંજુ સેમસન અને નીતિશ રાણે સહિતના ખેલાડીઓ હવે નવી ટીમમાંથી રમતા જોવા મળશે. ટીમોએ કેટલાક ખેલાડીઓને ટ્રેડ કર્યા હોવાનું જાણવા મળે છે. આઈપીએલ 2026ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો […]

બાયો ટેરરિઝમઃ એરંડીયાની મદદથી બનાવવામાં આવતા ઝેરનો એન્ટીડોટ ન હોવાનો ખુલાસો

નવી દિલ્હી: દેશમાં બાયો-ટેરરિઝમને લઈને અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી હતી અને મોટા કાવતરાને નિષ્ફળ બનાવીને 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. હૈદરાબાદના 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિયુદ્દીન સૈયદની ધરપકડ સાથે આ કેસ વધુ ગંભીર બન્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સૈયદ ઘાતક રિસિન વિષ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને દેશના અનેક મોટા બજારો તથા ભીડભાડવાળા […]

દ.આફ્રિકા સામેની ટેસ્ટમાં શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો

કોલકાતાઃ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં ચાલી રહેલા પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ માટે મોટી ચિંતાની વાત સામે આવી છે. ટીમ ઇન્ડિયાના કપ્તાન શુભમન ગિલ ડોકીમાં નસ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થઈને મેદાન બહાર ગયો હતો. ગિલે પહેલી ઈનિંગમાં માત્ર ત્રણ બોલનો સામનો કર્યો હતો, પરંતુ ગળામાં મોચ આવતાં તેમને તાત્કાલિક બહાર થવું પડ્યું હતું. બીસીસીઆઈએ […]

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, ઇન્સ્પેક્ટર સહિત 10નાં મોત

શ્રીનગરઃ દિલ્હી વિસ્ફોટની તપાસ હજુ ચાલુ જ છે દરમિયાન મોડીરાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ અંદાજે પાંચ કિલોમીટર સુધી સાંભળાયો હતો. ઘટનામાં અત્યાર સુધી ઇન્સ્પેક્ટર સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી દીધી છે. […]

ગુજરાતના માધવપુર બીચ પર ભારતીય સેનાનો ઐતિહાસિક પરાક્રમ, સમુદ્રમાં પહેલી વાર ટૅન્ક ઉતાર્યા

ભૂજઃ ભારતે પોતાના સૈનિક ઇતિહાસમાં એક નવો અને સાહસિક અધ્યાય લખ્યો છે. ગુજરાતના માધવપુર બીચ પર યોજાયેલા ‘એક્સરસાઇઝ ત્રિશૂલ’ દરમિયાન ભારતીય સેનાએ પ્રથમ વખત સીધા સમુદ્રમાં ટૅન્ક ઉતારી ઇતિહાસ રચ્યો છે. દરિયાની મોજાં અને બખ્તરબંદ ટૅન્કોની ગર્જનાના આ અનોખા મિલનએ સાબિત કરી દીધું કે ભારતીય સેના હવે માત્ર ભૂમિ સુધી મર્યાદિત નહીં, પરંતુ સમુદ્રને પણ […]

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ […]

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેસિક ટ્રેનર વિમાન શુક્રવારે તામ્બરમ નજીક નિયમિત તાલીમ ઉડાન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે પાયલટ સમયસર ઇજેક્ટ થઈ ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો ભાગ હતી. ઘટના બાદ તરત જ રાહત અને સુરક્ષા ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પ્રશાસને […]

વર્લ્ડ કપ જીત્યા પછી શેફાલી વર્માએ માનસા માતાના મંદિરમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના અંતિમ બે મેચોમાં અચાનક ટીમમાં સામેલ થતાં જ ભારતીય ટીમને વિજય અપાવનારી શેફાલી વર્માએ ગુરુવારે પોતાના વતન કોટપૂતલી-બહોરોડ જિલ્લાના દહમી ગામમાં પહોંચીને કુલદેવી માનસા માતાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. જીત બાદ મળેલો મેડલ પણ તેમણે માતાના ચરણોમાં સમર્પિત કર્યો અને 56 ભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો. શેફાલીએ જણાવ્યું કે […]

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસે હારનું ઠીકરુ ચૂંટણીપંચ અને SIR ઉપર ફોડ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા 2025નાં પરિણામો અંતિમ તબક્કામાં છે અને વલણો મુજબ NDA ફરી સત્તા સ્થાપિત કરતી નજરે પડે છે, જ્યારે મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના નબળા પ્રદર્શન માટે ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને જવાબદાર ગણાવી છે. બીજી તરફ એનડીએમાં જીતનો માહોલ છે અને આગામી સરકારને લઈને રણનીતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code