1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ISRO ના મિશન અન્વેષાને ઝટકો: લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

શ્રીહરિકોટા, 12 જાન્યુઆરી 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026 ની શરૂઆત આઘાતજનક રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV C-62 મિશન અંતિમ ક્ષણોમાં મળેલી ટેકનિકલ ક્ષતિને કારણે નિષ્ફળ રહ્યું છે. આ મિશન દ્વારા ભારતનો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (અન્વેષા) અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કાના અંતે […]

ઈરાનમાં દેખાવો વચ્ચે રાજકુમાર પહલવીની દેશવાસીઓને ખાસ અપીલ

તહેરાન, 12 જાન્યુઆરી 2026: સુરક્ષા કારણોસર અજ્ઞાત સ્થળે રહેતા ઈરાનના નિર્વાસિત રાજકુમાર રેજા પહલવીએ આજે ​​સવારે એક્સ પર જારી કરેલા સંદેશમાં, દેશવાસીઓને રસ્તાઓ પર રહેવાની અપીલ કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રદર્શનકારીઓ જીતશે અને તેઓ ટૂંક સમયમાં બધાની સામે આવશે. નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેજાએ લખ્યું, “મારા દેશવાસીઓ, સતત ત્રીજી રાત સુધી ઈરાનમાં રસ્તાઓ પર […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક […]

બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટને ખેલાડીઓને લઈને કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ ચાલી રહ્યો છે. આઈસીસીએ બાંગ્લાદેશની મેચ ભારતની બહાર ખસેડવાની માંગણી ફગાવી દીધી છે. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગળ શું કરશે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે. પરંતુ આ બધાની અસર ખેલાડીઓ […]

ઓડિશાના રાઉફકેલામાં 9 સીટર વિમાન ક્રેશ, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે ઓડિશામાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઓડિશાના રાઉફકેલા વિસ્તારમાં 9 સીટર પ્લેન ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન રાઉફકેલામાંથી ઉડાન ભરીને ભૂવનેશ્વર જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના […]

વેજલપુરમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી દાગીના સેરવી લેનાર ઝડપાયો

અમદાવાદ, 10 જાન્યુઆરી 2026 : શહેરમાં ભોળા નાગરિકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતી ટોળકીઓ ફરી સક્રિય થઈ છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાની ઓળખ આપી હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડી પડાવી લેનાર આરોપીને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સુનિલ નાથ મદારીની ધરપકડ કરી તેની પાસેથી રૂ. […]

દ્વારકા: મકનપુરના દરિયામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબ્યા

દ્વારકા, 10 જાન્યુઆરી 2026: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. સ્થાનિકો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ […]

ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી

વોશિંગ્ટન, 10 જાન્યુઆરી 2026: ઈરાનમાં સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ કટોકટી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો પ્રદર્શનકારીઓને દબાવવા માટે હિંસાનો આશરો લેવામાં આવશે, તો અમેરિકા શાંત બેસી […]

લાલુ પરિવારમાં ભડકો: રોહિણી આચાર્યનો ઘરના જ લોકો પર આકરા પ્રહાર

પટના, 10 જાન્યુઆરી 2026: બિહારના રાજકારણના સૌથી શક્તિશાળી ગણાતા લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એકવાર કલેહના સમાચાર સામે આવ્યા છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને પાર્ટી અને પરિવારની અંદર ચાલી રહેલા ‘ષડયંત્ર’ સામે મોરચો ખોલ્યો છે. રોહિણીએ ઈશારા-ઈશારામાં જણાવ્યું કે, જે વિરાસતને વર્ષોની મહેનતથી ઉભી કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code