1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગેમિંગ અને સટ્ટાબાજી કેસમાં ઈડીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રૌતેલાને મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)  સમક્ષ હાજર થવું પડ્યું. અભિનેત્રીને ‘1એક્સ બીટ’  નામના અનૌપચારિક સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ધન સંશોધન (PMLA) કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્વશી રૌતેલા (ઉંમર 31) આ પ્લેટફોર્મની ભારતમાં એંબેસડર છે. આ કંપની કેરેબિયન ટાપુ […]

પૂંછ જિલ્લામાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ : એક જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. પૂંછના સુરનકોટ વિસ્તારના દ્રાબા ખાતે આવેલ 16 આરઆર (રાષ્ટ્રીય રાઈફલ્સ)ના કેમ્પની અંદર અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સાંજે બની હતી. તે સમયે જવાન કેમ્પની એક ચોકી પર સંત્રી ગાર્ડની ફરજ બજાવી રહ્યા હતા. એ […]

લોનધારકોને RBIની મોટી રાહત : 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) લોન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે સામાન્ય લોકોને સીધી રાહત આપશે. લોનની પ્રક્રિયા સરળ બને અને મોટી રકમની લોન માટે લાગુ નિયમોમાં લવચીકતા આવે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. નવા સુધારામાંથી ત્રણ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જ્યારે બાકીના ચાર મુદ્દાઓ પર હજી વિચારણા […]

ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું અવસાન, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) વરિષ્ઠ નેતા અને દિલ્હી યુનિટના પ્રથમ અધ્યક્ષ પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાનું મંગળવાર સવારે અવસાન થયું છે. તેઓ 93 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં સારવાર હેઠળ હતા. વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાં પાંચ વખત સાંસદ અને બે વખત વિધાનસભાના સભ્ય રહી ચુક્યાં છે. તેઓ પહેલેથી […]

પરમાણુ અને જૈવિક ખતરાઓ સામે તૈયાર રહેવું પડશેઃ  CDS જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભવિષ્યમાં પરમાણુ તેમજ જૈવિક ખતરાઓનો સામનો કરવા માટે ભારતને સજ્જ થવું પડશે. તેઓ માનેક્શૉ સેન્ટરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના 100મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડેટા-કેન્દ્રિત યુદ્ધમાં તબીબી ડેટાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. […]

મોબાઇલમાંથી ખુલ્યા ‘બાબા ચૈતન્યાનંદ સરસ્વતી’ના અનેક અશ્લિલ રાજ

નવી દિલ્હીઃ અનેક યુવતીઓના યૌન શોષણના આરોપી ‘બાબા’ ચૈતન્યાનંદ સરસ્વતી અંગે નવા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસે તેની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરી છે, પરંતુ આરોપી પૂછપરછમાં સહકાર આપતો નથી અને સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન પોલીસે તેના મોબાઇલ ફોનમાંથી ઘણી યુવતીઓ સાથેની ચેટ્સ અને એરહોસ્ટેસ સાથેની તસવીરો પણ મેળવી છે. યુવતીઓને […]

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા, આસામ-મણિપુર સુધી ધરતી ધ્રૂજી

ગૌહાટીઃ મ્યાનમારમાં મંગળવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને આસામ સુધી નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલોજી (NCS) મુજબ, આ આંચકો સવારે અંદાજે 6.10 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઉખરૂલથી દક્ષિણ-પૂર્વમાં 27 કિમી દૂર, ધરતીની અંદાજે 15 કિમી […]

મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળી

નવી દિલ્હીઃ મુંબઈથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળતા મંગળવાર સવારથી જ તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.  માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 762માં લગભગ 200 જેટલા મુસાફરો સવાર હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ બાદ આ ધમકી ‘ગેર-વિશિષ્ટ’ હોવાનું […]

અમેરિકા અને ઇઝરાયલી વડાઓ વચ્ચેની બેઠક બાદ ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર કરાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ યોજના જાહેર કરી છે. જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય છે તો 72 કલાકની અંદર, બધા બંધકો, જીવંત અને મૃતકો, પરત કરવામાં આવશે. એકવાર બધા બંધકોને મુક્ત કરવામાં આવે, પછી […]

દુર્ગા પૂજા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીકઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ , દુર્ગા પૂજાની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે દેશ અને વિદેશમાં રહેતા ભારતીયો માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દુર્ગા પૂજા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માત્ર આત્મિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code