1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતમાં ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ

નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર, 2025થી ભારત સરકારએ ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. જો કે, આ હાલ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકની ઈચ્છા પર આધારિત રહેશે. એટલે કે, ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકે છે અથવા હૉલમાર્ક વગરની પણ લઈ શકે છે. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણાં જ સુરક્ષિત વિકલ્પ […]

અફગાનિસ્તાનમાં આવેલા ગોઝારા ભૂકંપ વચ્ચે ભારતે મતત માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અફગાનિસ્તાનમાં ફરી એક વાર ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. પાકિસ્તાનની સરહદની નજીક દક્ષિણ-પૂર્વી અફગાનિસ્તાનમાં આવેલ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી, જ્યારે કેટલીક એજન્સીઓએ તેની તીવ્રતા 6.3 નોંધાવી છે. ભૂકંપના જોરદાર ઝટકાઓ બાદ લોકો દહેશતમાં ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત […]

ઉત્તરાખંડઃ કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું. રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, કેદારનાથ યાત્રા 3 સપ્ટેમ્બર સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતીક જૈને જણાવ્યું હતું કે, તમામ સંબંધિત વિભાગોને વરસાદ દરમિયાન સતર્ક રહેવા અને તમામ જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે […]

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે રસ્તો શોધવો જરૂરી, PM મોદીનું પુતિને સૂચન

નવી દિલ્હીઃ ચીનના તિયાનજિનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને શક્ય તેટલું વહેલું પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદીએ જણાવ્યું કે, “અમે યુક્રેન સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. શાંતિ માટેના તાજેતરના તમામ પ્રયત્નોનું અમે સ્વાગત કરીએ છીએ. આશા છે કે તમામ પક્ષો […]

કડીના થોળ ગામે પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત, ગૌરક્ષકોમાં રોષ

મહેસાણાઃ કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલ પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે અન્ય 300થી વધુ ગાયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગાયોના મોત થયા છે. વધુમાં, ગાયોને કાદવ અને કીચડમાં રાખવામાં આવી રહી હતી, તેવી પણ […]

સમાન નાગરિક સંહિતા (UCC)માંથી આદિવાસીઓને છૂટ મળશે : કેન્દ્રીય મંત્રી કિરેં રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરેં રિજિજુએ સ્પષ્ટ કર્યું હતું કે પૂર્વોત્તર અને દેશના અન્ય વિસ્તારોના આદિવાસીઓને પ્રસ્તાવિત સમાન નાગરિક સંહિતા (UCC)ના દાયરાથી બહાર રાખવામાં આવશે, જેથી તેઓ પોતાની પરંપરા અને વ્યવસ્થાઓ અનુસાર મુક્તપણે જીવન જીવી શકે. વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રિજિજુએ કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે […]

કોમર્શિયલ LPG સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તો, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

નવી દિલ્હીઃ આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ LPG સિલિન્ડર હવે 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર હવે ₹1,580માં મળશે. જોકે, 14 કિલો 200 ગ્રામ વજનના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્શિયલ ગ્રાહકોને […]

જમ્મુ-કાશ્મીરમાં LOC પર ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ, બંને બાજુથી ભારે ગોળીબારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ વચ્ચે, આતંકીઓ આ પરિસ્થિતિનો લાભ લઈ સતત ઘુસણખોરીની કોશિશ કરી રહ્યા છે. જોકે, સુરક્ષા દળોની સતર્કતા કારણે તેમની દરેક કોશિશ નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. હાલ બંને બાજુથી ગોળીબારી ચાલુ છે, સાથે જ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં […]

SCO બેઠકમાં પેહલગામ આતંકી હુમલાની કડક નિંદા, ભારતના પ્રસ્તાવો પ્રતિબિંબિત

નવી દિલ્હીઃ ચીનના તિયાનજિન શહેરમાં સોમવારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં સભ્ય દેશોએ સર્વસંમતિથી તિયાનજિન ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રમાં જમ્મુ-કશ્મીરના પેહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરવામાં આવી છે અને હુમલાની સજિશ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી તથા સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જોકે ઘોષણાપત્રમાં પાકિસ્તાનનો […]

મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ, આધુનિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરાયો

નવી દિલ્હીઃ મણિપુર પોલીસે ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવામાં છે. પોલીસે જણાવ્યું કે આ ઉગ્રવાદીઓ હથિયારોની તસ્કરીમાં સંકળાયેલા હતા. તેમની પાસેથી આધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બે ઉગ્રવાદીઓ મૈતેાઈ જૂથ આરામબાઈ ટેંગોલ (AT)  સાથે જોડાયેલા છે. તેમની પાસેથી કુલ 11 અત્યાધુનિક હથિયારો જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code