1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશેઃ ઈરાન

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકાની એન્ટ્રી બાદ હવે ઈરાન અને અમેરિકામાં શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ અમેરિકાને ધમકી આપતા ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો અમેરિકાને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે, તો અમેરિકાના […]

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 કરી જાહેર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 (GECMS-2025)’ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે, કેન્દ્ર સરકારના MeitY (Ministry of Electronics and Information Technology) દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100 ટકા સહાય […]

ભારત પાસે પર્યાપ્ત તેલ ભંડાર : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે, સરકાર છેલ્લા 2 અઠવાડિયાથી પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની પુરવઠા વ્યવસ્થામાં વૈવિધ્યીકરણ કરવામાં આવ્યું છે.  ઈરાની સંસદ દ્વારા હોર્મુઝ સ્ટેટ બંધ કરવાના નિર્ણય બાદ હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ભારત પાસે પર્યાપ્ત તેલ ભંડાર છે. […]

સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં તારીખ 16મી જૂને ચોમાસાનો સતાવાર પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે 23 જૂનના રોજ 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમરેલી, ભાવનગર, […]

વિજ્ઞાન અને ટેકનલોજી ક્ષેત્રમાં ભારત એક મજબુત ખેલાડી તરીકે ઉભરી રહ્યું છેઃ યુકેના મંત્રી

યુકેના વિજ્ઞાન, સંશોધન અને નવીનતા મંત્રી લોર્ડ પેટ્રિક વેલેન્સે કહ્યું છે કે, ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મજબૂત ખેલાડી તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે અને બ્રિટને ભારત સાથે તેના વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંબંધોને વધુ ગાઢ બનાવવા જોઈએ. તેમણે લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ના ‘ફ્યુચર ફ્રન્ટીયર્સ ફોરમ’ના એક સત્રમાં આ વાત કહી, […]

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને મહિલા સિંગલનો ખિતાબ જીત્યો

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને જર્મનીમાં ITF જુનિયર 200 ગ્રેડ ગ્લેડબેક ટેનિસ સ્પર્ધાનો મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. 16 વર્ષીય આ ખેલાડીએ ફાઇનલમાં સ્વિટ્ઝર્લૅન્ડની નોએલિયા મનતાને 6-2, 6-4થી હરાવી હતી. માયાએ અત્યાર સુધીમાં સાત ITF જુનિયર ખિતાબ જીત્યા છે.  

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે અને બે મહિલાઓ સહિત પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વાસેઇકાઇથી લુંગલેઇ સુધી ડ્રગ્સની હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, આ નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. એક શંકાસ્પદ વાહનને અટકાવીને તેની તપાસ કરતાં તેમાંથી […]

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા, ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે: ટ્રમ્પ

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને […]

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને સલામત રીતે સ્વદેશ પરત લવાયા

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે, મશહદથી એક ખાસ ફ્લાઇટ દ્વારા 290 ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મશહદથી બીજી એક ફ્લાઇટ ગઈકાલે સાંજે ઈરાનથી 310 ભારતીય નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચી હતી.દરમિયાન નેપાળ અને શ્રીલંકાએ ઓપરેશન સિંધુ […]

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે. એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code