1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પહેલગામ હુમલાના જવાબદારોને ધરતીના અંતિમ છેડા સુધી છોડવામાં નહીં આવેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને આકરી ભાષામાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, બિહારની ધરતી પરથી પુરી દુનિયાને કહેવા માંગું છું કે, ભારત તમામ આતંકવાદીઓ અને તેમના સમર્થકોની ઓળખ કરાશે અને તેમને સજા આપવામાં આવશે. અમે તેમને ધરતીના અંતિમ છેડા સુધી છોડવાના નથી. આતંકવાદથી ભરતની આત્મા તુટવાની નથી. ન્યાય થશે અને તેના માટે સંભવ તમામ […]

પહેલગામ હુમલા બાદ દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનમાં ઉજવણી? કેક લઈ જતો વીડિયો વાયરલ થયો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બે દિવસ પછી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વીડિયોમાં, એક વ્યક્તિ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈ જતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આરોપો લગાવવામાં આવ્યા કે આ ઉજવણીનું કૃત્ય […]

પહેલગામમાં હુમલો કરનારાઓએ કલ્પના નહીં કરી હોય તેવી સજા તેમને મળશેઃ PM મોદી

પટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદીએ ભાષણ શરૂ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા. તેમજ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યાં ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે મૌન પાડ્યું હતું. દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પહેલગામમાં હુમલો કરનારાઓને કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે. […]

અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષાદળોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. તેમજ સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરીને આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સમર્થનની ખાતરી આપી છે. દરમિયાન અમેરિકાએ […]

પાકિસ્તાન સામે ભારત આકરા પાણીએ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેમણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે અગાઉ બુધવારે સાંજે CCS ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં અટારી સરહદ બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો. હવે ભારતે સોશિયલ મીડિયા અંગે […]

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે, જેનાથી તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગંભીરને 22 એપ્રિલના રોજ એક શંકાસ્પદ જીમેલ એકાઉન્ટમાંથી આ ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા. આ દિવસે, આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) […]

પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા સરહદ ઉપર પહોંચેલા ભોપાલના પરિવારને પરત મોકલાયો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે અટારી-વાઘા સરહદ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને 48 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરમિયાન, ભોપાલનો એક પરિવાર, જે પોતાના સંબંધીઓને મળવા માટે પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર

રાયપુરઃ છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્તીસગઢના બીજાપુર જિલ્લાને અડીને આવેલા પડોશી રાજ્ય તેલંગાણાની સરહદ પર નક્સલી પ્રવૃત્તિની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ત્યારે […]

શેર બજાર: શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 242 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ: સ્થાનિક શેરબજારમાં શરૂઆતના વેપારમાં નફાની બુકિંગને કારણે ગુરુવારે બંને બેન્ચમાર્ક સૂચકાંકો… BSE સેન્સેક્સ અને નિફ્ટી નીચા સ્તરે ખુલ્યા હતા. સતત સાત દિવસના વધારા બાદ અન્ય એશિયન બજારોમાં નબળા વલણ વચ્ચે રોકાણકારોએ નફો બુક કર્યો હતો. શરૂઆતના કારોબારમાં 30 શેરો વાળા BSE સેન્સેક્સ 242.01 પોઈન્ટ ઘટીને 79,874.48 પર ટ્રેન્ડ કરતો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code