1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતની નિકાસમાં વર્ષ 2024-25 માં 5.5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ 820.93 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 778.13 અબજ ડોલર હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ, દેશની કુલ નિકાસ 820.93 અબજ ડોલર જ્યારે […]

ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારપૂર્વક જણાવ્યું કે, બંદરો અને પરિવહનના વિવિધ સંશાધનોના વિકાસ અને મૈત્રી જેવા ડિજિટલ મંચની સાથે ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર- I.M.E.C. સંમેલન 2025માં સોનોવાલે કહ્યું, ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર વૈશ્વિક સંપર્ક મામલે બાજી […]

WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું

નવી દિલ્હીઃ વિશ્વ વેપાર સંગઠન-WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું છે. WTOએ જણાવ્યું, આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફના પરિણામે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે. WTOએ વર્ષ 2025 અને 2026 માટે તેના વેપાર અનુમાન જાહેર કરતી વખતે આ વાત કહી. WTOના ડિરેક્ટર જનરલે એક નિવેદનમાં ચીન-અમેરિકા ટેરિફ વિવાદને […]

પુણેમાં ભારત-ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત શરૂ

નવી દિલ્હીઃ ભારત-ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટલિકની છઠ્ઠી આવૃત્તિ બુધવારે પુણેના ઔંધ સ્થિત ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે શરૂ થઈ. આ કવાયત 16 થી 28 એપ્રિલ 2025 દરમિયાન યોજાઈ રહી છે. 60 સૈનિકોની ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ જાટ રેજિમેન્ટ અને ભારતીય વાયુસેનાની એક બટાલિયન કરે છે. સંયુક્ત કવાયત ડસ્ટલિક એ વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે. તે ભારત અને […]

ભારતીય સેનાએ ઉત્તર સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઉત્તર સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. તિબેટીયન ઉચ્ચપ્રદેશનો આ વિસ્તાર ભારતીય સરહદમાં આવેલો છે. ભૂતકાળમાં, આ ક્ષેત્રમાં ચીન સાથે તણાવ રહ્યો છે. વર્ષ 2020 દરમિયાન લગભગ 19 હજાર ફૂટની ઊંચાઈ પર આ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ કવાયત દરમિયાન, ભારતીય સૈનિકો […]

PMFME યોજના હેઠળ નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગોને નવો આયામ

નવી દિલ્હીઃ ભારત સરકારની ફુડ મિનીસ્ટ્રી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME)” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેંકમાંથી કોઇ પણ કોલેટરલ(ગેરંટી) વગર રૂ.1 કરોડ સુધીની લોન મળી શકે છે અને મંજૂર થયેલ પ્રોજેક્ટ કિમતની 35% સબસિડી જે મહત્તમ રૂ. 10 લાખની મર્યાદામાં મળી શકે છે. […]

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર યુવાનો માટે મહત્વપૂર્ણ સાબિત થશે’ : ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારત સરકારે એક રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ બનાવ્યું છે, જેની સાથે 44 લાખ સંસ્થાઓ સંકળાયેલી છે. દેશ અને વિશ્વની ઘણી કંપનીઓ આ પોર્ટલ સાથે જોડાયેલી છે અને 31 કરોડ ઈ-શ્રમ પોર્ટલ પણ તેની સાથે જોડાયેલા છે. આ અંતર્ગત, કોઈપણ પ્રકારની માનવશક્તિ […]

અમદાવાદઃ શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ 800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ. 247.35 કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી. રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 188.9 કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, […]

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ […]

IPL : દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી સંદીપ શર્માના માત્ર 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code