1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તમિલનાડુ ટ્રેન અકસ્માત અંગે રેલવેએ તપાસના આદેશ આપ્યા

દરભંગા બાગમતી એક્સપ્રેસના મુસાફરો, જે ગઈકાલે રાત્રે ચેન્નઈ નજીક કાવરાપેટ્ટાઈ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા, તેઓ શનિવારે એક વિશેષ ટ્રેન દ્વારા દરભંગા જવા રવાના થયા હતા. દક્ષિણ રેલવેએ આ જાણકારી આપી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલમાં દુર્ઘટના સ્થળે ટ્રેક રિપેરિંગનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. […]

અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સભ્યોને તેના સ્થાપના દિવસના અવસર પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેની સ્થાપનાથી, સંગઠને ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને યુવાનોમાં દેશભક્તિના વિચારોને ઉત્તેજીત કરવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. સંઘની સ્થાપના કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં નાગપુરમાં વિજયા દશમીના દિવસે કરવામાં આવી હતી. અમિત શાહે […]

એઆર રહેમાને કમલા હેરિસના સમર્થનમાં 30 મિનિટનું વિડિયો પ્રેઝન્ટેશન રેકોર્ડ કર્યું

પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સમર્થનમાં તેમના કોન્સર્ટનો 30-મિનિટનો વિડિયો રેકોર્ડ કર્યો છે, જે 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા તેમના (હેરિસના) અભિયાનને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે. રહેમાન (57) ભારતીય-આફ્રિકન મૂળના હેરિસને ટેકો આપનાર દક્ષિણ એશિયાના પ્રથમ મોટા આંતરરાષ્ટ્રીય કલાકાર છે. એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડના પ્રમુખ શેખર નરસિમ્હને […]

હરિયાણા ચૂંટણીમાં હાર અંગે મલ્લિકાર્જુન ખડગેએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો […]

હરિયાણા ચૂંટણીના પરિણામને લઈ ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં તેમણે દેશમાં ટ્રેન ઉથલાવવાની વધી રહેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને આને મોટુ કાવતરુ ગણાવ્યું હતું. જ્યારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને તાનાશાહ ગણાવીને કિમ જોંગ સાથે સરખામણી કરી હતી. હરિયાણામાં […]

ઈઝરાયલ ઉપર હુમલો કરનાર ઈરાન ઉપર અમેરિકાએ નવા પ્રતિબંધ લગાવ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના મિત્ર ઈઝરાયેલ પર હુમલાને લઈને આકરુ વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાના પગલે વોશિંગ્ટને ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કાર્યવાહીથી ઈરાન પર નાણાકીય દબાણ વધશે. તે મહત્વપૂર્ણ ઉર્જા આવક પેદા કરવાની, પ્રદેશમાં સ્થિરતાને નબળી પાડવાની અને યુએસ ભાગીદારો […]

ગુજરાતઃ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 6.71 લાખથી વધુ રજૂઆતો આવી

અમદાવાદઃ રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી ૬ લાખ ૬૬ હજારથી વધુ એટલે કે ૯૯.૨૦ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આપવામાં આવેલી વિભાગ મુજબ સત્તાવાર માહિતી મુજબ, મહેસૂલ વિભાગની ૯૮ ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાયું છે. જ્યારે ગૃહ વિભાગ, […]

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી […]

હરિયાણાઃ કૈથલ નજીક કાર કેનાલમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બાળકો સહિત 8ના મોત

નવી દિલ્હીઃ હરિયાણાના કૈથલના મુંદડી ગામ પાસે આજે સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સિરસા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના આઠ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, કટ્ટરપંથીઓએ 35 દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો દુર્ગા પૂજાનો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા ન હતા અને કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવવાની 35 ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું કે, દેશભરમાં દુર્ગા પૂજા પંડાલોમાં 35 અપ્રિય ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code