1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના હાથીજણમાં હીટ એન્ડ રન, માતા-પૂત્રીનું મોત

માતા અને તેની 4 વર્ષની દીકરીને કાર ટક્કર મારીને પલાયન, મહિલાના પતિએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે કારનો રજિસ્ટ્રેશન નંબર મેળવીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો રોજબરોજ વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા હાથીજણમાં હીટ અન્ડ રનનો બનાવ બન્યો હતો. વટવા વિસ્તારમાં રહેતી રેખાદેવી તેની 4 વર્ષની દીકરી બિમાર […]

હરિયાણામાં 15મી ઓક્ટોબરે નવી સરકારના મુખ્યમંત્રીનો શપથવિધી સમારોહ યોજાશે

નવી દિલ્હીઃ હરિયાણામાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ બહુમતી મેળવનાર ભાજપાએ નવી સરકારની રચનાની કવાયત શરૂ કરી હતી. તા. 15મી ઓગસ્ટના રોજ મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતા ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં એનડીએ શાસિત […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો પકડાયો

પોલીસ કર્મીએ મારામારીના કેસમાં પાસા નહીં કરવા 30,000ની લાંચ માગી હતી, ફરિયાદી 20,000ની લાંચ આપી ચૂક્યા હતા, 10 હજારની લાંચ આપવા માગતા નહોય ACBમાં ફરિયાદ કરી હતી અમદાવાદઃ રાજ્યમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે શહેરમાં રૂપિયા 5000ની લાંચ લેતા પેન્શન કચેરીના નાયબ હિસાબનીશ મહેસ દેસાઈ એસીબીની ટ્રેપમાં પકડાયા હતા. ત્યાં જ બીજા […]

ખાદ્યતેલોની આયાત સપ્ટેમ્બરમાં 29 ટકા ઘટીને 10.64 લાખ ટન પર પહોંચી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ભારતની ખાદ્યતેલોની આયાત વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 10,64,499 ટન થઈ છે. ખાદ્ય તેલની આયાતમાં આ ઘટાડો ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્ય […]

બનાસકાંઠામાં ગલગોટાની ખેતી કરીને ખેડુતો પસ્તાયા

ફુલોના વેપારીઓએ શ્રાદ્ધપક્ષમાં સસ્તાભાવે ફુલો ખરીદી કોલ્ડસ્ટોરેજમાં સ્ટોક કરી દીધો, હવે નવરાત્રીમાં ખેડૂતોને ગલગોટાના પુરતા ભાવ ન મળ્યા, ખેડુતો ગલગોટાની ખેતી કરીને પસ્તાયા પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં ખેડુતોએ આ વખતે ગલોગોટા ફુલોનું વાવેતર કર્યું હતું, સારા ભાવ મળશે એવી ખેડુતોને આશા હતી પણ પુરતા ભાવ ન મળતા ખેડુતો પસ્તાયા છે, શ્રાદ્ધપક્ષમાં પુલોના ભાવ ઓછા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ વિષયોની બેવાર પરીક્ષા લેવાશે

જે પરીક્ષાનાં માર્કસ વધુ હોય તેને ગણતરીમાં લેવાશે, તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની તક મળશે. ફેબ્રુઆરીમાં મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે ગાંધીનગરઃ CBSE દ્વારા જે રીતે ધો.10 અને 12માં બે વાર બોર્ડ પરીક્ષા લાગુ કરવામાં આવી છે, તે જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

ગાંધીનગર જિલ્લામાં એક મહિનામાં RTOએ 24 લાખનો દંડ વસૂલ્યો

ઓવર સ્પિડિંગ, ઓવરલોડ, વીમો, હેલ્મેટ સહિતના કેસ પકડાયા, કૂલ 1281 વાહનચાલકો પાસેથી 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો, આરટીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરાશે ગાંધીનગરઃ જિલ્લાના આરટીઓ અધિકારીઓ દ્વારા  હાઈવે પર સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ગત મહિનામાં આરટીઓએ ઓવરસ્પીડ, ઓવરલોડ, વીમો, પીયુસી, ફીટનેસ, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરવા બદલ વાહનચાલકો સામે […]

આજે રાત્રે પલ્લીનો મેળો, ઘીની ચકાસણી માટે લેબ વાનો સાથે 11 અધિકારીઓ ફાળવાયા

રૂપાલમાં આજે રાતે વરદાયની માતાજીના મંદિરેથી પલ્લી નીકળશે, ગામની શેરીઓમાં શુદ્ધ ઘીની નદીઓ વહેશે, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં આજે રાતે સુપ્રસિદ્ધ પલ્લીનો મેળો યોજાશે. આજે રાતે વરદાયિની માતાજીના મંદિરેથી પલ્લી નીકળશે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળિઓ જોડાશે. પલ્લી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવતું હોવાથી ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેશે. દરમિયાન શુદ્ધ ઘીમાં ભેળસેળ […]

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.   મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો […]

M K ભાવનગર યુનિનો યુવક મહોત્સવ, બુધવારે કલાયાત્રા યોજાશે

વક્તૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરાયા, યુવક મહોત્સવમાં 67 કોલેજના 1050 વિદ્યાર્થી કરશે કલાની પ્રસ્તુતિ, પાંચ વિભાગમાં 32 જેટલી સ્પર્ધાઓ યોજાશે ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન ભાવ સ્પંદન યુવક મહોત્સવ યોજાશે. યુનિના આંતર કોલેજ યુવક મહોત્સવના ભાગરૂપે 16 ઓક્ટોબરે કાર્યકારી કુલપતિ મહેશ એમ.ત્રિવેદીની અધ્યક્ષતામાં બપોરે 3.30 વાગે કલા યાત્રાનું પ્રસ્થાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code