1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 18મીથી 20મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

પ્રત્યેક દિવસે 1 પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન એકપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે આપી સુચના દરેક સ્કૂલોમાં પ્રવેશોત્સવમાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહેશે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે દર વર્ષે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યાજવામાં આવે છે. આ વર્ષે […]

ગુજરાત બોર્ડની ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે 19મી સુધી ફોર્મ ભરી શકાશે

ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવા માટે મુક્તિ આપી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુનિયાદી […]

રાજકોટમાં ગરમીને લીધે પાણીની માગ વધી, ઘરદીઠ 400 લિટરથી વધુ વપરાશ

આજી ડેમમાં 23.29 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ સૌની યોજના હેઠળ આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા સરકારને રજુઆત, લોકોને સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ રાજકોટઃ સૌની યોજનાનો લાભ મળ્યા બાદ રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. વર્ષો પહેલા દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી હતી. હાલ ઉનાળાના સમયમાં શહેરમાં પાણીનો […]

વડોદરામાં ખાણ-ખનીજ વિભાગનો કારકૂન બે લાખની લાંચ લેતા પકડાયો

રોયલ્ટી ઈન્સ્પેક્ટર સહિત 4 સામે લાંચનો ગુનો નોંધાયો એસીબીએ કારકૂન સહિત બેની કરી ધરપકડ રેતીનો સ્ટોક કરવાની પરવાનગી આપવા લાંચની માગણી કરી હતી વડોદરાઃ ખાણ-ખનીજ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ખાણ-ખનીજ વિભાગનો સિનિયર કારકૂન રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ પકડાઈ ગયો હતો. લાંચની રકમ રોયલ્ટી ઈન્સ્પેકટર સહિત ચાર […]

સુરતમાં મ્યુનિ શાળાઓમાં વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા

બાળકોને બે ગણવેશ, સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બુટ પણ આપશે ગરીબ પરિવારોના બાળકો માટે સુમન શાળા બની આશીર્વાદરૂપ મ્યુનિ. દ્વારા 16000 વિદ્યાર્થીઓ પાછળ 8 કરોડનો ખર્ચ કરશે સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિ હસ્તકની શાળાઓમાં પ્રાયમરીથી લઈને 12માં ધોરણનું શિક્ષણ મળી રહે તો માટેની વ્યવસ્થા કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ શાળામાં […]

ધારી તાલુકાના હિમખીમડી ગામે સરકારી જમીન પર બનેલી મદરેસા તોડી પડાઈ

મદરેસામાં ભણાવતા મૌલાના પાકિસ્તાન સાથે કનેકશન ધરાવતો હતો મૌલાનાની અટક કરીને એટીએસને તપાસ સોંપાઈ મદરેસા તોડવાના ઓપરેશન વખતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં વિદ્યાર્થીઓને ભણાવતા મૌલવી મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પર શંકા હોવાથી થોડા દિવસ પહેલા પોલીસે અટક કરી હતી, અને તપાસ કરતા મૌલવીના મોબાઈલ ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને […]

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સિંધુ જળ મુદ્દે ભારતને આપી ગર્ભિત ધમકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો છે, પરંતુ તેમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેનો અર્થ ખોવાઈ જશે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો […]

ચોમાસાએ સમય પહેલા આંદામાન-નિકોબાર અને બંગાળની ખાડીમાં દસ્તક આપી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મંગળવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં વહેલી શરૂઆત કરી છે. જ્યાં છેલ્લા બે દિવસથી નિકોબાર ટાપુઓમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે, આ વિસ્તારમાં પશ્ચિમી પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે અને ગાઢ વાદળો પણ […]

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે સંત પ્રેમાનંદને મળ્યો

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મંગળવારે સવારે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેઓ શ્રી રાધે હિત કેલી કુંજ આશ્રમ ખાતે સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. આ દરમિયાન, બંનેએ સંત મહારાજ પાસેથી આશીર્વાદ લીધા અને આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. નિવૃત્તિ પછી તેઓ પ્રથમવાર જાહેરમાં દેખાયા હતા. નિવૃત્તિ […]

શોપિયામાં યુદ્ધવિરામના બે દિવસ પછી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સંયુક્ત દળોએ શુકરુ કેલરમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code