1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ […]

સરકારી અને ગ્રાન્ટેડ 39000 શાળાઓનું 30મી ડિસેમ્બરથી કરાશે મૂલ્યાંકન

શાળાઓ પોતાની રીતે જ સ્વ મૂલ્યાંકન કરશે, મે સુધી ક્રોસ વેરિફિકેશન કરાશે, જૂનમાં એક્રેડિટેશનનું રિઝલ્ટ જાહેર કરાશે, 33 ટકાથી ઓછા પરિણામવાળી 13000 શાળાઓ પર વધુ ધ્યાન અપાશે ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેવું શિક્ષણ આપવામાં આવે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ગામડાંઓની ઘણીબધી શાળાઓ એવી છે. […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 2 BHKના 13 માળના 920 ફ્લેટ્સ બનાવાશે

રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન ઘાટલોડિયામાં બનશે વાહનો માટે બે માળનું પાર્કિંગ પણ બનાવાશે બે-ચાર દિવસમાં ખાતમૂહુર્ત થશે અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માટે સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે ક્વાટર્સની અછત છે. અમદાવાદ સહિત મહાનગરોમાં પોલીસ કર્મચારીઓને ક્વાટર્સની અછતને લીધે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત, બેના મોત

કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો, 4 વાહનો એક બીજા સાથે અથડાતા બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી, કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા અને બાવળા વચ્ચે ભમાસરાના પાટિયા પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો […]

સમય ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ દેશ અને તેના હિતોથી મોટું કશું જ નથી: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વીર બાળ દિવસમાં સહભાગી થયા હતા. ત્રીજા વીર બાળ દિવસનાં પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે સાહિબઝાદાઓની અપ્રતિમ બહાદુરી અને બલિદાનની યાદમાં વીર બાળ દિવસની શરૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ દિવસ હવે કરોડો ભારતીયો માટે રાષ્ટ્રીય પ્રેરણાનો ઉત્સવ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીઓમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. સન્માનિત લોકોમાં સાત છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ તેમને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર પુસ્તિકા આપી સન્માનિત કર્યા હતા. કોલકાતા સ્થિત માસ્ટર […]

ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટઃ પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે અંતિમ સત્રમાં વિકેટ સાથે ભારતના પુનરાગમનનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે સ્ટીવ સ્મિથે અણનમ 68 રન બનાવીને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાને 86 ઓવરમાં 311/6 સ્ટમ્પ સુધી પહોંચાડવામાં મદદ કરી. પ્રથમ સત્રમાં નવોદિત સેમ કોન્સ્ટાસે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ, દિવસના છેલ્લા સત્રમાં ભારત ખુશ હતું, જ્યાં તેણે […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં

નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ  ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]

પાકિસ્તાન માટે ભીખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય, હાલ 4 કરોડ ભીખારી

પાકિસ્તાનમાં 23 કરોડની વસ્તીમાંથી લગભગ 3.8 કરોડ લોકો ભીખ માંગીને જીવન ગુજારે છે.  આ લોકો દરરોજ કરોડો રૂપિયાની ભિક્ષા એકઠી કરે છે. કરાચીમાં એક ભિખારી રોજ સરેરાશ 2000 રૂપિયા કમાય છે. લાહોરમાં આ રકમ 1400 રૂપિયા અને ઇસ્લામાબાદમાં 950 રૂપિયા છે. સમગ્ર દેશમાં ભિખારીઓ રોજના સરેરાશ 850 રૂપિયા કમાય છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર, […]

‘રેવંત રેડ્ડી સરકાર ટોલીવુડને નિશાન બનાવી રહી છે’ : ભાજપાનો આરોપ

બેંગ્લોરઃ હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગની ઘટનામાં એક મહિલાના મોત મામલે ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સામે કરાયેલી કાર્યવાહી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ  લખીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડને નિશાન બનાવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code