1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ, યાત્રાના રૂટ પર CCTV લગાવાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને શહેરની પરિક્રમાએ નીકળે છે. રથયાત્રાને હવે સવા મહિના જેટલો સમય બાકી છે ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાના માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

બનાસકાંઠાના જેસોર અભ્યારણ્યમાં વન વિભાગ દ્વારા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ બનાવાયા

પાલનપુરઃ અસહ્ય ગરમીમાં વન્ય વિસ્તારમાં પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. અને ઘણીવાર પ્રાણીઓ પાણીની તલાસમાં ગામડાંઓમાં આવી જતા હોય છે. ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે જે રીતે કૃત્રિમ કુંડ બનાવીને પાણીની વ્યવસ્થા કરી છે તેવી જ રીતે બનાસકાંઠાના ઈકબાલગઢ નજીક આવેલા જેસોરના અભ્યારણ્યમાં વિહરતા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ […]

ચુડા તાલુકામાં પીવાના પાણી વિકટ સમસ્યા, ગ્રામજનો રજુઆત માટે મામાલતદાર કચેરીએ પહોંચ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા તાલુકામાં પીવાના પાણીની વિટક સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકાના પાંચ ગામોના લોકોએ પાણીનો પ્રશ્ન હલ કરવાના મુદ્દે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો. મહિલાઓ પણ ખાલી બેડા લઈને મામલતદાર કચેરીઓ પહોંચી હતી. અને પાણીની સમસ્યા સત્વરે હલ કરવાની માગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના નવી મોડવાડ, જૂની મોરવાડ અને જોબાળા સહિતના […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડના અંતે 12000થી વધુ બેઠકો ખાલી

ભાવનગરઃ રાજ્યની 15 સરકારી યુનિ.માં કોમન એક્ટના અમલ બાદ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS)પરથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા ગઈકાલે મંગળવારે પૂર્ણ થઇ હતી. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં  કુલ 26,355 બેઠકો પૈકી 14300 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. એટલે હજુ 12000થી વધુ બેઠકો ખાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  મહારાજા […]

યુરોપ: ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ ચોથી મેચમાં જર્મની સામે 2-3 થી હારી

નવી દિલ્હીઃ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ યુરોપમાં ચોથી મેચમાં જર્મની સામે 2-3 થી હારી ગઈ હતી. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ માટે યોગંબર રાવત અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે ઘણી રસાકસી જોવા મળી હતી અને બંને ટીમોએ પેનલ્ટી કોર્નર દ્વારા લીડ લેવાની ઘણી તકો ઊભી કરી હતી. બંને ટીમો એકબીજાના […]

લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, લાલ નિશાન સાથે બંધ રહ્યું

મુંબઈઃ સ્થાનિક શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે લાલ નિશાનમાં બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 667.55 (0.88%) પોઈન્ટ ઘટીને 74,502.90 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 183.46 (0.80%) પોઈન્ટના ઘટાડા સાથે 22750 ના સ્તરથી સરકીને 22,704.70 ના સ્તર પર બંધ રહ્યો હતો. દરમિયાન ટેક મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં બે-બે ટકાનો ઘટાડો […]

રાજકોટની ઘટના બાદ સુરત મ્યુનિના સત્તાધિશો જાગ્યા, 5 ગેમ ઝોન સામે ફરિયાદ, 600 મિલક્તો સીલ

રાજકોટઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યની તમામ મ્યુનિ. કોર્પોરેશનો એલર્ટ બની છે. જેમાં સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો અને એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરીને 600 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા  છે. ઉપરાંત પાંચ ગેમઝોનના 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી […]

ઝાંઝરીના ચેકડેમમાં નાહવા પડેલા અમદાવાદના 3 યુવાનો ડુબ્યા, બેના મોત, એકનો બચાવ

બાયડઃ રાજ્યમાં ઉનાળાની ગરમીને લીધે લોકો તળાવો કે ડેમમાં નાહવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઝાંઝરીમાં ધોધ નજીક આવેલા ચેકડેમમાં નાહવા પડેલા અમદાવાદના ત્રણ યુવાનો ડુબી ગયા હતા. જેમાં એક યુવાન બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. જ્યારે બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ […]

કપડવંજ નજીક હાઈવે પર કન્ટેનર અને ઈકો કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત

નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ બાઈવે પર સર્જાયો હતો. કપડવંજના આલમપુરા પાસે હાઈવે પર ઈકો કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે ઈકો કાર ધડાકા સાથે અથડાતા કારમાં સવાર ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code