1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તુર્કી અને અઝરબૈજાનને પાકિસ્તાનનો સાથ ભારી પડ્યો: ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ પછી હવે તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો, જેમણે આ સંઘર્ષ દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, હવે ભારતીય પ્રવાસીઓના બોયકોટનો સામનો કરી રહ્યા છે. તાજેતરની રિપોર્ટ અનુસાર મે થી ઑગસ્ટ વચ્ચે અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 56% ઘટી છે, […]

પશ્ચિમ બંગાળમાં નકલી પાસપોર્ટ કાંડનો પર્દાફાશ: ED એ કરી 400 બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અवैધ બાંગ્લાદેશી ઘુસણખોરોને ભારતીય દર્શાવી નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં ઈડી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સીએ 400 જેટલા આવા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેઓએ ફ્રોડ દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ મેળવી લીધા હતા. EDએ કોલકાતા રીજનલ પાસપોર્ટ ઓફિસમાંથી સંબંધિત માહિતી એકત્રિત કરી છે અને પુષ્ટિ કરી છે કે કેટલાય પાસપોર્ટ ગેરકાયદેસર […]

ઈઝરાયલઃ 2026ની સંસદીય ચૂંટણી લડશે નેતન્યાહૂ

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ 2026 ની સંસદીય ચૂંટણી લડશે. ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષ સુધી ચાલેલી લડાઈ બાદ યુદ્ધવિરામ થયો છે. દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાને ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. પીએમ નેતન્યાહૂએ ઇઝરાયલી મીડિયા સાથેની એક મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી.અગાઉ 2022 માં […]

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. વિસ્ફોટ […]

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સહમત થયા

કતારની રાજધાની દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમતિ બની છે. યુદ્ધવિરામના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ આગામી તબક્કામાં દોહા અને ઇસ્લામાબાદમાં મળશે. છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલી બંને દેશો વચ્ચેની સરહદી અથડામણો વધી ગઈ છે, જેના પરિણામે બંને બાજુ લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા […]

નાસિક રોડ રેલવે સ્ટેશન નજીક દુર્ઘટના: છઠ પુજા માટે જતા 3 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 2ના મોત

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક રોડ રેલવે સ્ટેશન પાસે શનિવાર રાત્રે એક દુખદ દુર્ઘટના બની હતી, જેમાં છઠ પૂજા માટે ઘેર જતા ત્રણ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડ્યા હતા. દુર્ઘટનામાં બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના રાત્રે બની ત્યારે લોકમાન્ય તિલક ટર્મિનસથી રક્સૌલ (બિહાર) જતી ટ્રેન નાસિક […]

અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, 26 લાખથી વધુ દીવા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં રવિવારે 9મો દીપોત્સવ એટલી ભવ્યતાથી ઉજવાયો કે આખું શહેર પ્રકાશપૂર્વક ઝગમગી ઉઠ્યું હતું. સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટો પર કુલ 28 લાખથી વધુ દીવડા પ્રગટાવાયા, જેનો 26,11,101 દીવા સાથે નવો વિશ્વ વિક્રમ નોંધાયો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ અયોધ્યા ખાતે હાજર રહી અને આ સિદ્ધિનું પ્રમાણપત્ર પણ અપાયું હતું. […]

અફઘાનિસ્તાનની અખંડિતતા સાથે સમજૂતી નહીં થાય: તાલિબાનની પાકિસ્તાનને ચેતવણી

અફઘાનિસ્તાનના તાલિબાન સરકારના રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબએ દોહાથી ઓનલાઇન પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અફઘાનિસ્તાનની અખંડિતતા કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની દખલ અફઘાન સરકાર માટે અસ્વીકાર્ય છે.” તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ડૂરંડ રેખા સંબંધિત મુદ્દો “સમજૂતીનો વિષય નથી, કારણ કે આ સીધો અફઘાન જનતા સાથે જોડાયેલો મુદ્દો છે.” મુલ્લા યાકૂબે જણાવ્યું કે તુર્કીમાં થનારી આગામી વાર્તા […]

અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ, ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા, બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા,  આ મામલે બસના ડ્રાઇવર […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8મી નવેમ્બરે યોજાશે

વિવિધ ફેકલ્ટીના 14000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે, 270 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે   વડોદરાઃએમ.એસ.યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજાશે. પદવવીદાન સમારોહમાં 14000 જેટલા વિદ્યાર્થીઓને  ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી  વિદ્યાર્થીઓને 270 કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code