1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટએ લોન્ચ થશે, વાહન ચાલકોને મળશે મોટી રાહત

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI) દ્વારા જાહેર જનતા માટે નવી FASTag વાર્ષિક પાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને ટોલ પ્લાઝા પર થતા ખર્ચમાંથી રાહત આપવાનો છે. FAQની વિગતો : • લોન્ચ તારીખ: 15 ઓગસ્ટ 2025 • કિંમત: માત્ર ₹3,000 • માન્યતા: 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે વહેલું હોય […]

વર્કલોડ મામલે ક્રિકેટર દ્વારા મેચ નહીં રમવા મુદ્દે સંદીપ પાટિલે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ૩ ટેસ્ટ રમી શક્યો હતો, તે એજબેસ્ટન અને ધ ઓવલમાં રમી શક્યો ન હતો. જોકે, ભારતે આ ૨ મેચ જીતી હતી, જેમાં બુમરાહ રમી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સંદીપ પાટીલે વર્કલોડ નીતિ અંગે […]

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમને નહીં મળે સ્થાન?

પાકિસ્તાન ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ સારું રહ્યું છે. તેણે ઘણી મેચોમાં મજબૂત બેટિંગ કરીને પાકિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને પાકિસ્તાનની T20 ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી T20 ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. પાકિસ્તાન ICC […]

ટી-20 ક્રિકેટમાં આ ખેલાડીઓએ ફટર્યા છે એક ઓવરમાં સૌથી વધારે રન

ક્રિકેટના સૌથી ઝડપી ફોર્મેટ, T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી ઘણા રેકોર્ડ બન્યા છે, પરંતુ 20 ઓગસ્ટ 2024 ના રોજ, સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસરે જે કર્યું તે આજ સુધી કોઈ ખેલાડી કરી શક્યું નથી. વનુઆતુ સામે રમાયેલી મેચમાં, તેણે એક જ ઓવરમાં 39 રન બનાવ્યા, જે T20I ઇતિહાસમાં સૌથી વધુ સ્કોરિંગ ઓવર બની ગઈ છે. અગાઉ આ […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ડ્રો બાદ ભીરતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં એશિયા કપ રમશે

ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 6 રને જીતીને ઇંગ્લેન્ડ પ્રવાસનો શાનદાર અંત કર્યો અને શ્રેણી 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે, ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે અને હવે બધાની નજર ભારતના આગામી મોટા પડકાર, એશિયા કપ 2025 પર છે. • એશિયા કપ ક્યારે અને ક્યાં […]

જાપાનમાં યોજાનારી વર્લ્ડ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ચાર વિદ્યાર્થીઓ ભાગ લેશે

ગાંધીનગરઃ આજના યુગમાં યુવા પેઢી માટે સ્વરક્ષણ ખૂબ જ જરૂરી છે, અને કરાટે જેવી રમતો આ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સુરેન્દ્રનગરમાં વાડોકાઈ સુરેન્દ્રનગર જિલ્લા કરાટેના કોચ દીપકભાઈ ચોહાણ છેલ્લા 17 વર્ષથી શહેરની 25થી વધુ સ્કૂલોમાં કરાટેનું કોચિંગ આપી રહ્યા છે. દીપક ચોહાણ વિદ્યાર્થીઓને માત્ર સ્વરક્ષણ જ નહીં, પરંતુ તેમનામાં રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા […]

બિહારઃ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન, 12 દેશોની ટીમો ભાગ લેશે

નવી દિલ્હીઃ બિહાર રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક તબક્કા પર ઉભું છે. 9 અને 10 ઓગસ્ટના રોજ રાજગીરમાં પ્રથમ વખત અંડર-20 એશિયન રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગે રગ્બી ઈન્ડિયાના પ્રમુખ રાહુલ બોઝે રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ કાર્યક્રમ રગ્બીને નવી ઓળખ આપશે અને બિહાર રમતગમતના નકશા પર એક […]

દિગ્ગજ બેટ્સમેન ગ્રેહામ ગૂચે ભારતીય ટીમના કેપ્ટન ગીલને ભવિષ્યનો સ્ટાર ક્રિકેટર ગણાવ્યો

દિગ્ગજ બેટ્સમેન ગ્રેહામ ગૂચ માને છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની શ્રેણી ટેસ્ટ ફોર્મેટ પરથી દબાણ દૂર કરવા માટે યોગ્ય છે. જોકે, તેમને ડર છે કે ફક્ત ત્રણ મોટા દેશો (ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) એકબીજા સાથે વધુ રમવાનો વર્તમાન ટ્રેન્ડ આખરે કંટાળો અને સ્થિરતા તરફ દોરી જશે. એટલું જ નહીં, ગૂચે […]

ઓવેલ ટેસ્ટ ભારતે ઈંગ્લેન્ડ સામે છ રનથી ટેસ્ટ જીતી, ટસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી

ભારતે ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ છ રનથી જીતી લીધી છે. ભારતે 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ઇંગ્લિશ ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.. પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. સિરાજે આજે ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. […]

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસમાં પાકિસ્તાનની ફજેતી બાદ PCB એ લીધો મહત્વનો નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને લઈને આગામી દિવસોમાં યોજાનારા એશિયાકપ ઉપર હાલ સંકટના વાદળો છવાઈ રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મોટો નિર્ણય લઈને ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code