1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

દેશમાં એક વર્ષમાં ડિજિટલ એરેસ્ટના 6 હજારથી વધારે બનાવો નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ એરેસ્ટના બનાવોમાં ચોંકાવનારો વધારો થયો છે, જેના પગલે સરકાર પણ હરકતમાં આવી છે. દેશમાં એક વર્ષના સમયગાળામાં ડિજિટલ એરેસ્ટના લગભગ 6000થી વધારે બનાવો નોંધાયાં છે. દરમિયાન દેશમાં વધી રહેલા સાયબર અપરાધો અને ડિજિટલ ધરપકડના મામલાઓને લઈને ગૃહ મંત્રાલય (MHA) એ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. એવું […]

અઠવાડિયામાં એકવાર મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવાના અનેક ફાયદા જાણો…

સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તે પડછાયાની જેમ 24 કલાક આપણી સાથે રહે છે. લોકો પોતાના સ્માર્ટફોનને ટોયલેટમાં પણ લઈ જાય છે. જો તમને પૂછવામાં આવે કે તમે છેલ્લી વાર ક્યારે તમારો ફોન સ્વિચ ઓફ કર્યો હતો, તો તમે કદાચ કહી શકશો નહીં, પરંતુ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારા સ્માર્ટફોનને […]

સ્પેનના PM સાંચેઝે ગણેશની મૂર્તિ ખરીદી, UPI દ્વારા ચૂકવણી

સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝે કહ્યું કે તેઓ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટોને આગળ વધારવા આતુર છે. તેમણે કહ્યું કે ભારત અને સ્પેન સહિત 27 દેશોના સંગઠન યુરોપિયન યુનિયન વચ્ચે મજબૂત સંબંધોની વિશાળ સંભાવના છે. યુરોપિયન યુનિયન (EU)-ભારતે બે પ્રદેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે […]

મોબાઈલ ફોન અથવા તેના ચાર્જરથી તમને વીજળીનો કરંટ લાગવાનો ભય રહેલો છે!

તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું હતું. આવી ઘટનાને અટકાવવા માટે હંમેશા ફોનને ચાર્જ કરીને ઊંઘવાનું ટાળવું જોઈએ. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું ફોન ચાર્જિંગ સાથે સૂઈ જતાં મૃત્યુ થયું હતું. તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન […]

‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપતા ફોનથી ડરવાની જરૂર નથી, દેશની જનતાને પીએમની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર સાયબર સિક્યોર ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, આ છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી પોલીસ, સીબીઆઇ, એન્ટી-નાર્કોટિક્સ અથવા આરબીઆઇ અધિકારીઓ તરીકે રજૂ થવાની છે અને વીડિયો કોલ પર અસંદિગ્ધ નાગરિકોને ધમકાવવાની છે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવી છેતરપિંડી અટકાવવા પગલાં લીધાં […]

જાહેર સ્થળો ઉપર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, સાયબર ગુનાનો બની શકો છો ભોગ

જો તમે પણ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અથવા અન્ય કોઈ સાર્વજનિક સ્થળો પર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટ પર તમારો ફોન અથવા લેપટોપ ચાર્જ કરો છો, તો તમારે સાવધ રહેવું જોઈએ. FBIએ લોકોને સાર્વજનિક ફોન ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. એફબીઆઈએ એક પોસ્ટમાં કહ્યું છે કે મોલ્સ અને એરપોર્ટ જેવા સાર્વજનિક સ્થળોએ મળેલા યુએસબી ચાર્જિંગ […]

અમરાવતીમાં ડ્રોન શિખર સંમેલનમાં 5 હજારથી વધુ ડ્રોન ભાગ લેશે

બેંગ્લોરઃ આંધ્ર પ્રદેશ સરકાર, રાજધાની અમરાવતીમાં બે દિવસીય ડ્રોન શિખર સંમેલનનું આયોજન કરી રહી છે. આંધ્રપ્રદેશની રાજધાનીમાં યોજાનારી અમરાવતી ડ્રોન સમિટમાં 5 હજારથી વધુ ડ્રોન ભાગ લેશે. આંધ્ર પ્રદેશ ડ્રોન કોર્પોરેશન દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સમિટ 22 અને 23 ઓક્ટોબરના રોજ યોજાશે. ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આયોજિત ડ્રોન પ્રદર્શન કૃષ્ણા […]

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સ્ટીલ સેક્ટરમાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ, કેન્દ્ર સરકારે સ્ટીલ ઉત્પાદનમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે ત્રણ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અગાઉ, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે આ મિશન હેઠળ સ્ટીલ ક્ષેત્રમાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. યોજનાનો ઉદ્દેશ્ય પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા સ્ટીલ નિર્માણમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે અદ્યતન તકનીકોને ઓળખવાનો હતો. […]

ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: એસ. સુંદરી નંદા

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર, રાજીવ કુમાર શર્મા, DG-BPR&D,અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ […]

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

ગાંધીનગરઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code