1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉત્તરભારતઃ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે

નવી દિલ્હીઃ સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે.રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. તેમણે માય એટલે કે મેરા યુવા ભારત સ્વયંસેવકો અને જિલ્લા યુવા અધિકારીઓને અસરગ્રસ્ત […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની […]

T20 સીરિઝ : રોમાંચક મુકાબલામાં અંતિમ બોલ પર અફઘાનિસ્તાનએ UAEને હરાવ્યું

ત્રિકોણીય T20 સીરિઝમાં અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલો છેલ્લો લીગ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. અફઘાનિસ્તાને છેલ્લા બોલ પર યુએઈને 4 રનથી હરાવી દીધું. યુએઈને છેલ્લી ઓવરમાં જીત માટે 17 રનની જરૂર હતી. ફરીદ અહમદની ઓવરના પહેલા બોલ પર આસિફ ખાને ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર છગ્ગો આવી ગયો. છેલ્લા 4 બોલ પર 7 રન […]

GST સુધારાથી સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચને મળશે પ્રોત્સાહન

નવી દિલ્હીઃ GSTમાં કરાયેલા સુધારાનો એક મોટો સકારાત્મક પ્રભાવ ભારતીય સેના પર પણ થવાનો છે. આ વિષય પર માહિતી આપતાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચમાં આથી ઘણો લાભ થશે. પહેલાની સરખામણીએ વધુ સંશોધન કાર્ય થઈ શકશે, તેમજ સેનાના નવા સાધનો પણ ખરીદી શકાશે. સૌથી મોટી વાત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન પ્રધાનમંત્રી છે : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમને “ગ્રેટ પ્રાઈમ મિનિસ્ટર” ગણાવ્યા. તેમણે કહ્યું કે, “હું હંમેશા મોદીના મિત્ર રહીશ.” ટ્રમ્પના આ નિવેદન પછી થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પોતાના X હેન્ડલ પર લખ્યું: “પ્રેસિડન્ટ ટ્રમ્પની લાગણીઓને હું દિલથી વખાણું છું અને તેનો સંપૂર્ણ પ્રતિસાદ […]

આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ રવિવારે લાગશે

નવી દિલ્હીઃ આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે રવિવારે લાગશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પોતાનો પડછાયો ચાંદ પર પાડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ખગોળીય ઘટના માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ ધાર્મિક, જ્યોતિષ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે […]

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો

મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો […]

રામલીલા: મિસ યુનિવર્સ ઇન્ડિયા મનિકા વિશ્વકર્મા બનશે સીતાજી

લખનૌઃ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી મનિકા વિશ્વકર્માને એક વધુ મોટી સિદ્ધિ મળી છે. મનિકા અયોધ્યામાં યોજાનારી રામલીલામાં સીતાનું પાત્ર ભજવશે. આ રામલીલામાં મનોજ તિવારી, રવિ કિશન, પુનીત ઇસર અને રજા મુરાદ જેવા જાણીતા કલાકારો જુદા જુદા પાત્રો ભજવશે. 22 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી રામકથા પાર્કમાં યોજાનારી આ રામલીલામાં દેશ-વિદેશના દર્શકોને […]

બસ્તરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ નક્સલવાદીઓ ઠાર મરાયાની આશંકા

બસ્તર : છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં મોનસૂન બ્રેક બાદ સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાનને ફરી તેજ બનાવી દીધું છે. આજ નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં થયેલી ગોળીબારમાં છ નક્સલીઓના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોતનો આંકમાં વધવાની શકયતા છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ અથડામણ ચાલી રહી છે. […]

યુરોપમાં મહત્વપૂર્ણ બેઠક: ટ્રમ્પે યુરોપના દેશોને રશિયન ક્રૂડ પર પ્રતિબંધની આપી સલાહ

મોસ્કો-કીવ સંઘર્ષ વચ્ચે યુરોપમાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો હોય તો રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તાત્કાલિક બંધ કરવી પડશે. તેમણે ચીન પર પણ આર્થિક દબાણ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓ સાથે યોજાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code