1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગાઝામાં શાંતિ લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદ યોજાશે, ભારત સહિત 20 દેશોને આમંત્રણ અપાયું

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત સહિત આશરે 20 દેશો અને આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શિખર પરિષદ સોમવારે મિસ્રના પ્રસિદ્ધ પર્યટન સ્થળ શર્મ-અલ-શેખ ખાતે યોજાશે. તેની સહઅધ્યક્ષતા મિસરના રાષ્ટ્રપતિ અબદેલ ફતહ અલ-સિસી** અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. આ પરિષદમાં […]

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ “લૉન્ચ પૅડ” પર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા […]

ડીપફેક અને AI આધારિત બાળ શોષણ સામે કાયદાની જરૂરઃ  સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી.નાગરત્ના

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, સમયની માંગ છે કે સક્ષમ સત્તાધિકારીઓ ડીપફેક અને કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત બાળ શોષણ સામે સ્પષ્ટ કાયદા બનાવે. તેઓ યુનિસેફ-ભારતના સહયોગથી સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ દ્વારા આયોજિત “બાળિકાઓની સુરક્ષા – ભારત માટે વધુ સુરક્ષિત અને સશક્ત વાતાવરણ તરફ” વિષયક રાષ્ટ્રીય વાર્ષિક ચર્ચાસત્રના સમાપન સમારોહને […]

IRCTC ભ્રષ્ટાચાર કાંડમાં લાલુ, રાબડી અને તેજસ્વી સામે ચાર્જફેમ કરાયો

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત વચ્ચે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. IRCTC કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા છે. આ મામલો લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી તરીકે […]

કોલ્ડ્રિફ કફ સિરપ કૌભાંડમાં ઈડીએ શ્રીસન ફાર્માના 7 સ્થળોએ દરોડા પાડ્યાં

ચેન્નઈઃ કોલ્ડ્રિફ કફ સિરપના કારણે અત્યાર સુધી અનેક બાળકોનાં મોત થયાના કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) એ સોમવારે ચેન્નઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ શ્રીસન ફાર્માના કુલ 7 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ દરમિયાન કંપનીના કચેરીઓ ઉપરાંત તમિલનાડુ ડ્રગ કન્ટ્રોલ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓના ઘર અને ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહી ધનશોધન […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]

ભારત તેલ અને LPG નો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ બની: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, લગભગ ૧૦.૬ કરોડ ભારતીય પરિવારો સસ્તા એલપીજીથી રસોઈ બનાવે છે અને લગભગ ૬.૭ કરોડ લોકો દરરોજ તેમના વાહનોમાં ઇંધણ ભરે છે. X પરની એક પોસ્ટમાં પુરીએ તેમણે લખ્યું હતું કે ભારત તેલ અને એલપીજીનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ બની […]

મણિપુરમાં સુરક્ષાદળોએ ત્રણ ઉગ્રવાદીઓને ઝડપી લઈને જંગી માત્રામાં હથિયારો જપ્ત કર્યાં

મણિપુર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના ત્રણ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ પાસેથી અને અન્ય ઓપરેશનમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસ મુખ્યાલય દ્વારા આજે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, સુરક્ષા દળોએ થૌબલ જિલ્લાના યૈરીપોક પોલીસ સ્ટેશન […]

સ્મૃતિ મંધાના મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની

સ્મૃતિ મંધાનાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આજ સુધી કોઈએ હાંસલ કરી નથી. મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં, મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની છે (એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન). તેણે 2025ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 18 રન બનાવીને વર્લ્ડ […]

મોતીહારી: સિક્રના નદીમાં બોટ દુર્ઘટનામાં 14 લોકો ડૂબ્યા

પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારી સદર બ્લોકના લાખૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો. સિક્રણા નદીમાં પશુઓનો ચારો લઈ જતી એક હોડી ભારે પવનમાં ફસાઈ જતાં પલટી ગઈ. નદીમાં ચૌદ લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 12 લોકોને ગ્રામજનોની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code