1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ફતેહપુરમાં યમુના નદીએ ખતરાના નિશાનને વટાવી દીધું, હજારો એકર પાક પાણીમાં ડૂબી ગયો

યુપીના ફતેહપુર જિલ્લામાં યમુનામાં આવેલા પૂરે તબાહી મચાવી છે, સેંકડો ખેડૂતોનો હજારો એકર પાક પૂરમાં ડૂબી ગયો છે. બે ડઝનથી વધુ ગામડાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે, ખેડૂતોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. બાંદા-સાગર રોડ અને લાલૌલી-ચિલ્લા રોડ સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. યમુના નદી 100 થી 102.8 મીટરના ભયના નિશાન પર પહોંચી ગઈ હતી. લાલૌલી કોરાકંકથી […]

ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલુ હવાઇ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યુ

ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ 13 જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે.“સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી […]

અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

આજે ત્રીજી ઑગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે. અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ગત સાત વર્ષમાં રાજ્યમાં 657 અંગદાતા તરફથી કુલ બે હજાર 39 અંગના દાન પ્રાપ્ત થયા છે. રાજ્યમાં અંગદાનથી એક હજાર 130 કિડની, 566 યકૃત, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 સ્વાદુપિંડ અને 10 નાના આંતરડા પ્રાપ્ત થયા […]

ભારત વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમે-કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહે કોલકાતા ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના પ્રતિનિધિઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મત્સ્ય ઉત્પાદન વધારવા અને આ ક્ષેત્રમાં આવતી અડચણો દૂર કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં […]

ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોનું મહેનતાણું બમણું કર્યું

ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોનું મહેનતાણું બમણું કર્યું છે. એક નિવેદનમાં, ચૂંટણી પંચે જણાવ્યુ કે, સુધારેલા માળખા મુજબ, BLOનું વાર્ષિક મહેનતાણું છ હજાર રૂપિયાથી બમણું કરીને 12 હજાર રૂપિયા કરાયું છે. મતદાર યાદીઓની સુધારણા માટે BLOને પ્રોત્સાહનની રકમ એક હજારથી વધારીને બે હજાર રૂપિયા કરાઇ છે. મતદાર યાદીની તૈયારી પ્રક્રિયાની દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા […]

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી છે. ઇઝરાયલના સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે, 126 સહાય પેકેજો ગાઝા પોહંચાડાયા છે. પહેલી વાર જર્મની, સ્પેન અને ફ્રાન્સ માનવતાવાદી સહાય પૂરી પાડવામા જોડાયા હતા. જોર્ડનના સશસ્ત્ર દળોએ પણ ગાઝામાં ખોરાક અને બાળકોની જરૂરિયાતની વસ્તુઓ સહિત 57 […]

ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતાં અગિયારના મોત

ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે જી […]

ભારતીય સમુદાયની સુવિધા માટે હ્યુસ્ટનમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ડલ્લાસ, ટેક્સાસ, યુએસમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર (ICAC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેન્ટર ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારમાં રહેતા બહોળા ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે. આ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને ડલ્લાસમાં આયોજિત કાર્યક્રમનું નેતૃત્વ કોન્સ્યુલ જનરલ […]

બળાત્કાર કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી

બેંગ્લોરઃ કર્ણાટકની ખાસ અદાલત દ્વારા બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખાસ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટે સજાનો આદેશ કર્યો હતો. ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારના ચાર કેસ નોંધાયેલા છે. આ કેસ 48 વર્ષીય મહિલા સાથે સંબંધિત છે જે હાસન જિલ્લામાં રેવન્ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code