1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઈના ભાયખલામાં પોલીસે 3.46 કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યું

મુંબઈના ભાયખલા વિસ્તારમાં ડ્રગ્સ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારમાંથી 3.46 કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ અને હશીશ જપ્ત કર્યા છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય સાહિલ જુનૈદ અંસારી તરીકે થઈ છે, જે ભિવંડી (થાણે)નો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ, […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે

ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]

રાજસ્થાનના ભરતપુરમાં કમિશનરે પોતે ગટરમાં ઉતરીને સફાઈ કરી, લોકોએ તેમની પ્રશંસા કરી

રાજસ્થાનના ભરતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રવણ કુમાર વિશ્નોઈ પાણી ભરાવાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન શ્રવણ કુમાર વિશ્નોઈએ પોતાના હાથે ગટરની અંદરથી પથ્થર અને પોલીથીનના ટુકડાઓ દૂર કર્યા. લોકો કમિશનર દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી રહ્યા છે. ખરેખર, ભરતપુરમાં રાતથી જ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. શહેરની મોટાભાગની વસાહતો પાણીમાં […]

બળાત્કારના કેસમાં પૂર્વ સાંસદ પ્રજવલ રેવન્નાને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં, શનિવારે સજાનો કરાશે આદેશ

બેંગ્લોરઃ હાસન જિલ્લાના હોલેનારસીપુરામાં એક ફાર્મહાઉસમાં નોકરાણી પર બળાત્કારના કેસમાં બેંગલુરુમાં વિશેષ અદાલત દ્વારા જેડીએસ પૂર્વ નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કોર્ટે ચુકાદો સંભળાવતા જ તેઓ કોર્ટમાં જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા. એફઆઈઆર નોંધાયાના 14 મહિના પછી જ આ ચુકાદો […]

લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઓફિસર આર્મી હેડક્વાર્ટરમાં ડિરેક્ટર જનરલ, ઓપરેશનલ લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. જનરલ ઓફિસરને ડિસેમ્બર 1987માં પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ની ચોથી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ લખનઉની લા માર્ટિનિયર કોલેજ, લખનઉ યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત ભારતીય લશ્કરી […]

કોલાકાતામાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી અભિનેત્રી ઝડપાઈ

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વરસાદ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી નકલી આધારકાર્ડ અને મતદાર કાર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મહિલા પાસેથી બાંગ્લાદેશના પણ કેટલાક પુરાવા મળી આવ્યા હોવાનું […]

ચૂંટણી પંચે બિહારમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પછી પ્રથમ સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે શુક્રવારે બિહારમાં ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા પછી પ્રથમ સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ગુરુવારે બિહારના 38 જિલ્લા મેજિસ્ટ્રેટે 243 વિધાનસભા મતવિસ્તારોના 90,817 મતદાન મથકો માટે તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે શેર કરવાનું શરૂ કર્યું. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ સત્તાવાર […]

અમેરિકા પાસેથી ભારતે એફ-35 ફાઈટર જેટ ખરીદવાનું ટાળશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી અમેરિકા આવતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી, ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની યોજનાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ […]

ટ્રમ્પ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ભારતની સરખામણીએ લગાવ્યો ઓછો ટેરિફ

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફની બે દિવસ પહેલા જ જાહેરાત કરી છે. જો કે, ટ્રમ્પ દ્વારા ભારતના પડોશી દેશોને ટેરિફમાં મોટી રાહત આપી હોય તેમ તેમની ઉપર ભારતની સરખામણીએ ઓછો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાન ઉપર 19 ટકા અને બાંગ્લાદેશ ઉપર 20 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા […]

ગ્રેટર બાંગ્લાદેશના દુષપ્રચારને ઉપર સરકાર નજરઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, સરકાર ‘ગ્રેટર બાંગ્લાદેશ’ ના દુષપ્રચારનો સામનો કરવા માટે તૈયાર છે. જયશંકરે કહ્યું કે, ઢાકામાં ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ નામના ઇસ્લામિક જૂથ દ્વારા ‘ગ્રેટર બાંગ્લાદેશ’ નો નકશો બહાર પાડવામાં આવ્યો છે, (જેને ‘ટર્કિશ યુથ ફેડરેશન’ નામના તુર્કી NGO દ્વારા સમર્થિત છે), જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code