કેનેડાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી
                    નવી દિલ્હીઃ કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડાની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

