1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

દેશની 88 બેઠકો પર આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, કેરળની તમામ 20 બેઠકો પર યોજાશે વોટિંગ

88 બેઠકો પર આવતીકાલે મતદાન લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું. હવે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર પડઘમ બુધવારે સાંજે શાંત પડી ગયો આવતીકાલે એટલે કે 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે.. જેમાં કેરળની તમામ […]

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

લોકસભા ચૂંટણીઃ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સની માંગણી કરતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. જેથી રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

યાત્રાધામ ખેડબ્રહ્મામાં ભાજપ કાયાઁલયનુ ઉદઘાટન કરાયુ : ક્ષત્રિય સેના રુપાલાના વિરોધમાં મંડપ સુધી ધસી આવ્યા

ખેડબ્રહ્માઃ લોકસભા ચુંટણી માટે સાબરકાંઠા ભાજપ દ્રારા કાયાઁલય ઉદઘાટનોનો દોર ચાલુ કરી દીધેલ છે. તે પૈકી આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે ભાજપ કાયાઁલયના ઉદઘાટન જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે લક્ષ્મીપુરા ચાર પાસે નવીન બનેલ કોમ્પ્લેક્સમાં જીલ્લા […]

લોકસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ 27મી એપ્રિલથી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ધીમે ધીમે તેજ બની રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં છે. દરમિયાન આગામી 27મી એપ્રિલથી 3 મે સુધી રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code