1. Home
  2. ગુજરાતી
  3. પંજાબ-હરિયાણા હાઈકોર્ટની નવી પહેલ, વકિલની આઈડિયા લાવી રંગ હવે  ટ્રાન્સજેન્ડરો માટે બનાવાશે અલગ શૌચાલય 
પંજાબ-હરિયાણા હાઈકોર્ટની નવી પહેલ, વકિલની આઈડિયા લાવી રંગ હવે  ટ્રાન્સજેન્ડરો માટે બનાવાશે અલગ શૌચાલય 

પંજાબ-હરિયાણા હાઈકોર્ટની નવી પહેલ, વકિલની આઈડિયા લાવી રંગ હવે  ટ્રાન્સજેન્ડરો માટે બનાવાશે અલગ શૌચાલય 

0
Social Share

દિલ્હીઃ- આપણા દેશમાં ટ્રાન્સજેન્ડરો  માટે નોકરીમાં તકો સાપડી રહી છે અનેક  જગ્યાઓ પર તેઓને માન સમ્માન મળી રહ્યું છે જો કે કેટલાક લોકો દ્રારા તેમના અલગ શૌચાલય શરુ  કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે હવે હરિયાણા પંજાબ હાઈકોર્ટમાં એક વકિલની માંગણી પર હવે આ નવી પહેલ શરુ થવા જઈ રહી છે.પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાણીતા વકીલ મનિન્દરજીત સિંહના સૂચનને ધ્યાનમાં લઈને આ પ્રશંસનીય પગલું ભર્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બે રાજ્યો હરિયાણા અને પંજાબને રાજધાની તરીકે જોડતા સુંદર ચંદીગઢ શહેરમાંથી આ સારા સમાચાર મળ્યા છે. બંને રાજ્યોમાંથી આવતા વકીલો અને પ્રતિવાદીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં સ્થિત હાઇકોર્ટ પરિસરમાં પાંચ નવા શૌચાલય બનાવવામાં આવશે. જો કે, બીજી મોટી વાત એ છે કે આ શૌચાલયનો ઉપયોગ ફક્ત ટ્રાન્સજેન્ડર જ કરી શકશે. 

ચેન્નઈ હાઈકોર્ટે તામિલનાડુ સરકારને નિર્દેશો જારી કરીને સમગ્ર રાજ્યમાં ટ્રાન્સજેન્ડરો માટે જાહેર શૌચાલયની હિમાયત કરતી અરજીનો જવાબ આપ્યો છે. તાજેતરમાં, ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી (PIL)ના જવાબમાં બંને રાજ્યો તેમજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં ગુજરાત રાજ્યમાં ટ્રાન્સજેન્ડરો માટે અલગ શૌચાલયની સુવિધાની જોગવાઈની માંગ કરવામાં આવી હતી.

આખી વાત જાણે એમ છે કે  વર્ષ 2021માં એડવોકેટ મનિન્દરજીત સિંહના મનમાં ટ્રાન્સજેન્ડરો માટે અલગ શૌચાલયની જરૂરિયાત વિશે એક વિચાર આવ્યો હતો. 2022 માં તેણે આ સંબંધમાં પત્રો દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ cji DY ચંદ્રચુડ સાથે વાતચીત કરી. એપ્રિલ 2023માં આ મા લે નોંધ લેવામાં આવી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સૌપ્રથમ તેમના સ્થાને એટલે કે સુપ્રીમ કોર્ટના પરિસરમાં લિંગ-તટસ્થ શૌચાલયબનાવવાનો નિર્ણય લીધો હતો. 

ટ્રાન્સજેન્ડર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને દેશના તમામ ન્યાયિક સંસ્થાઓમાં શૌચાલય બનાવવાનો આદેશ જારી કર્યો છે. હવે, સુપ્રીમ કોર્ટના આદેશ પર, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેના પરિસરમાં ટ્રાન્સજેન્ડરો માટે શૌચાલય બનાવવાની કવાયત હાથ ઘરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code