Site icon Revoi.in

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

Social Share

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર અહમદ અને ઉસ્માન તારીક છે. જે ભારતીય બેસ્ટમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

પાકિસ્તાન સામેની મેચમાં ભારત બે સ્પિનરોની સાથે મેદાનમાં ઉતરે તેવી શકયતા છે. જો કે, કોબંલોમાં સ્પીનરોને વધારે મદદ મળતી હોવાથી ભારત-પાકિસ્તાન 3-3 સ્પિનર સાથે મેદાનમાં ઉતરે તેવી પણ શકયતાઓ છે. ભારતીય ટીમના પૂર્વ મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમને સલાહ આપી છે કે, તેઓ અર્શદીપ સિંહની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરે. જો કે, ખેલાડીઓની પસંદગી પૂર્વે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યાકુમાર યાદવ અને કોચ ગૌત્તમ ગંભીર પિચનું નિરીક્ષણ કરે તેવી શકયતા છે. શુક્રવારે આ જ મેદાનમાં ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મોટો અપસેટ સર્જાયો હતો અને ઓસ્ટ્રેલિયાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરૂણ, અહમદ અને તારિકની કેવી બોલીંગ નાખે છે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે. આઈપીએલમાં વરૂણએ સાઈડસ્પિન અને ઓવરસ્પિનમાં સુધારો કર્યો છે. જ્યારે કુલદીપ યાદવનો રેકોર્ડ પણ પાકિસ્તન સામે ખુબ જ સારો રહ્યો છે. ભારતીય ટીમ આવતીકાલે પાકિસ્તાન સામે કેવો દેખાવ કરે છે તેની ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.

Exit mobile version