અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ.કોર્પો.એ રેપિડ ટેસ્ટના 35માંથી 10 કેન્દ્રો બંધ કર્યા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 10 કેસ નોંધાયા હતા.કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. લોકોનું જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા કોરોનાના ટેસ્ટ માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટના કેન્દ્રો એકાએક બંધ કરી દીધા છે. […]