દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડશે, અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અમદાવાદઃ આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. […]