હિંમતનગર GIDC નજીક હાઈવેના ઓવરબ્રિજ પર રોડ રોલરને ટ્રકે ટક્કર મારતા 4નો મોત
ટ્રક પૂર ઝડપે અથડાતા રોડ-રોલર પલટી ગયુ, એન્જિનિયર અને ત્રણ શ્રમિકો કચડાઈ ગયા, કેન્દ્રિય મંત્રી ગડકરી અને મુખ્યમંત્રીના આગમનને લીધે બ્રિજ પર સમારકામની તૈયારીઓ ચાલતી હતી, હિંમતનગરઃ શહેરના જીઆઈડીસી નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. […]


