બનાસકાંઠાની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ હજુ 51 જગ્યાઓ ખાલી
પાલનપુરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો પૂર્ણ કરાયો હતો. જિલ્લાની અનુદાન મેળવતી શાળાઓમાં બીજુ સત્ર પુરુ થવાની નજીક અને બોર્ડની પરીક્ષા પણ નજીક […]