1. Home
  2. Tag "Aajna Samachar"

ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

આરોપીઓ પાસેથી 4 બેટરી સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો, પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરતા હતા, હાઈવે પર ઓટોરિક્ષા લઈને ચોરી કરવા જતા હતા રાજકોટઃ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાહનોમાં બેટરીચારીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન બેટરી ચોરીના ગુનાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી […]

વડોદરામાં એમએસ યુનિવર્સિટીનો 5મી સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે

એમ.એસ.યુનિવર્સિટીમાં 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં કોન્વોકેશન યોજાશે, યુનિ. દ્વારા કોન્વોકેશન મોડું કરાતાં ઉચ્ચ અભ્યાસ માટે જતા છાત્રોને સમસ્યા સર્જાતી હતી, ડીનની બેઠકમાં કોન્વોકેશન વહેલા યોજવાનો નિર્ણય લેવાયો, વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં પદવીદાન યોજાશે, વિદ્યાર્થીઓના ડેટા એકત્રીત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જે […]

સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયુ, ત્રણ શખસોની ધરપકડ

રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના સભ્યોનું કારસ્તાન, મોબાઈલ ચેટમાં બર્મા, પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગનો ઉલ્લેખ, ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા સુરતઃ શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી ડેબીટ કાર્ડ […]

અમદાવાદમાં બીઆરટીએસ જંકશનથી ઈ-રિક્ષાની નિયત દરે સુવિધા મળશે

BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાનુ પ્રતિ કિમી રૂ.10 ભાડું, પ્રવાસીઓ એપથી બુકિંગ કરાવી શકશે, મ્યુનિ.નું ખાનગી કંપની સાથે જોડાણ હેલમેટ ચારરસ્તા, યુનિવર્સિટીથી પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં જવા માટે ફરજિયાત રિક્ષામાં જવું પડે છે. બીઆરટીએસની ટિકિટ કરતા નિયત સ્થળે પહોંચવા માટે રિક્ષામાં ત્રણ ગણા ભાડા ચૂકવવા પડતા હતા. […]

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, શહેરમાં વરસાદી ઝાપટાંથી દ્વીચક્રી વાહનચાલકો ભીંજાયા અમદાવાદઃ શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં જર્જરીત એક ફલેટના ભાગનું ધાબુ તથા સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો […]

અમદાવાદમાં રથયાત્રાનો રૂટ નહીં બદલાય, કાળુપુરનો રોડ ખૂલ્લો કરાશે

કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટની બહારથી રોડ બંધ કરી દેવાયો હતો, રેલવેએ રથયાત્રા પૂરતું આ રોડ પરનાં પતરાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો, રસ્તો ખુલ્લો કરી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરંપરાગત માર્ગે ભક્તોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળશે. મંદિર દ્વારા રથયાત્રા માટે તૈયારીઓ ચાલી […]

ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું : ભુપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે, છેલ્લા દાયકામાં નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે મોટી બિલાડીઓની સાત મુખ્ય પ્રજાતિઓ અને તેમના કુદરતી નિવાસસ્થાનોના સંરક્ષણ અને રક્ષણ માટે મોટી બિલાડી દેશો વચ્ચે સામૂહિક કાર્યવાહી મહત્વપૂર્ણ છે.સોમવારે નવી […]

સુરતમાં મોબાઈલની દૂકાનમાં આગ લાગી, બાજુમાં આવેલું ATM પણ ભડકે બળ્યુ

દુકાનમાં મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થઈ, ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું અનુમાન સુરતઃ શહેર નજીક વડોદ ગામમાં આવેલા મહાવીરનગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજે બે […]

G7 દેશોએ ઇઝરાયલને ટેકો આપી ઇરાનને ‘પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો સ્ત્રોત’ ગણાવ્યો

ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે. આ તણાવ વચ્ચે, મંગળવારે, ગ્રુપ ઓફ સેવન (G7) દેશોના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી છે. આ સાથે, તેઓએ ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને ટેકો આપ્યો છે. સમિટમાંથી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, G7 નેતાઓએ ઇરાનને પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો ‘મુખ્ય સ્ત્રોત’ ગણાવ્યો છે. તેમણે […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 176 તાલુકામાં પડ્યો વરસાદ, બોટાદમાં ઈકો તણાતા 4 લાપત્તા

ઈકો કારમાં 6 લોકો તણાયા હતા જેમાં 2 નું રેસ્ક્યૂ કરાયું, રાજુલા નજીક અને બાબરાના કુંડળ ગામે કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં બોટાદના બરવાળામાં 7 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6 ઈંચ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code